News Continuous Bureau | Mumbai
Rashmika mandanna: રશ્મિકા મંદન્ના તેના ડીપ ફેક વિડીયો ને કારણે ચર્ચામાં આવી હતી. આ વિડીયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. બોલિવૂડ સેલેબ્સ થી માંડી ને દરેક લોકો એ આ વિડીયો પર કાયદાકીય ન્યાય ની માંગણી કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે આ અંગે એક કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે દિલ્હી પોલીસ ને એક મહત્વપૂર્ણ પુરાવો મળ્યો છે. અને ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રશ્મિકા ના ડીપ ફેક વિડીયો કેસ પર આવ્યું અપડેટ
રશ્મિકા મંડન્નાના ડીપફેક વિડિયો અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ટેકનિકલ વિશ્લેષણના ભાગરૂપે, અધિકારીઓ તમામ IP એડ્રેસને તપાસી રહ્યા છે. જ્યાંથી વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને તે સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાંથી પહેલીવાર આ વિડીયો ને ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.’ આ ઉપરાંત ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એ જણાવ્યું હતું કે અમને મહત્વપૂર્ણ કડીઓ મળી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.’ પરંતુ તેમને તે મહત્વપૂર્ણ કડી શું છે તે કહેવાનો ઇનકાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Anupama: એકલી પડી ગઈ અનુપમા,સમર બાદ હવે આ પાત્ર એ પણ છોડ્યો અનુપમા નો સાથ,જણાવી શો છોડવા પાછળની હકીકત
તમને જણાવી દઈએ કે, દિલ્હી મહિલા આયોગ દ્વારા શહેર પોલીસને નોટિસ મોકલ્યા બાદ દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) એ આ કેસના સંબંધમાં અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી હતી.