News Continuous Bureau | Mumbai
Rashmika mandanna deepfake video: થોડા સમય પહેલા રશ્મિકા ના ડીપફેક વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. આ કેસ માં અમિતાભ બચ્ચન થી લઈને ઘણી સેલેબ્રિટી રશ્મિકા ના સ્પોર્ટમાં આવી હતી. અમિતાભ બચ્ચને તો આ મામલામાં કાયદાકીય કાર્યવાહી ની પણ માંગણી કરી હતી. હવે આ કેસમાં એક અપડેટ આવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રશ્મિકા ના ડીપફેક વીડિયો કેસમાં રિપોર્ટ નોંધ્યો છે.
રશ્મિકા ના ડીપફેક વીડિયોમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં
રશ્મિકા મંદન્ના ના ડીપફેક વિડીયો કેસમાં દિલ્હી પોલીસે આ વીડિયોના સંબંધમાં અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ઇન્ટેલિજન્સ ફ્યુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465 અને 469 અને માહિતી ટેકનોલોજી એક્ટ ની કલમ 66C અને 66E હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.આ મામલે પોલીસે જણાવ્યું કે તેમને ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિલ્હી મહિલા આયોગે આ વીડિયો અંગે શહેર પોલીસને નોટિસ મોકલી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
In regard to the deepfake AI-generated video of Rashmika Mandana, an FIR u/s 465 & 469 of the IPC, 1860 and section 66C & 66E of the IT Act, 2000 has been registered at PS Special Cell, Delhi Police and an investigation has been taken up: Delhi Police
— ANI (@ANI) November 10, 2023
તમને જણાવી દઈએ કે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચોઃ Deepika padukone: દીપિકા પાદુકોણ પર પણ ચઢ્યો જસ્ટ લુકિંગ નો ખુમાર, અભિનેત્રી ની રીલે તોડ્યો આ ફિલ્મના ટ્રેલર નો રેકોર્ડ