News Continuous Bureau | Mumbai
Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ની ગણતરી સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી માં થાય છે. સાઉથ પછી રશ્મિકા એ બોલિવૂડ માં પણ પોતાનું નામ બનાવ્યું છે. રશ્મિકા ને નેશનલ ક્રશ નું પણ બિરુદ મળેલું છે. આ દિવસોમાં રશ્મિકા રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેનો એક ‘બોલ્ડ વીડિયો’ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં રશ્મિકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે, જોકે રશ્મિકા નો આ વીડિયો નકલી છે.
રશ્મિકા નો નકલી વિડીયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં રશ્મિકા બ્લેક ડ્રેસમાં જોવા મળે છે અને તે લિફ્ટ માં પ્રવેશતી જોવા મળે છે. આ વિસીયોમાં રશ્મિકા ખુબજ બોલ્ડ કપડામાં જોવા મળે છે. રશ્મિકા નો આ વિડીયો વાયરલ થયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. તમને જાણવી દઈએ કે, રશ્મિકા નો આ વિડીયો નકલી છે જેને એડિટ કરવામાં આવ્યો છે.
DEEPFAKE DECEPTION: URGENT ACTION NEEDED IN INDIA
Have you fallen for the latest viral video on Instagram featuring actress #RashmikaMandanna?
Hold on, it’s not what it seems
That video is a dangerous deepfake impersonation of #ZaraPatel.
In the realm of deepfakes, this… pic.twitter.com/bR18Wrpanc
— Meedas Sahoo (@MeedasSahoo) November 5, 2023
ઝારા પટેલ નો છે આ વિડીયો
વીડિયોમાં દેખાતી છોકરી રશ્મિકા મંદન્ના નહીં પરંતુ તે ડીપફેક એડિટેડ વીડિયો છે. વાસ્તવમાં આ વીડિયો ઝારા પટેલનો છે. ઝારાએ આ વીડિયો 9 ઓક્ટોબર, 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો કોઈએ રશ્મિકા મંદન્ના સાથે ઝારાનો એલિવેટર વીડિયો ડીપફેક એડિટ કર્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકો ગુસ્સે થઈ ગયા. ઘણા વપરાશકર્તાઓએ ધ્યાન દોર્યું છે કે આ એક AI જનરેટેડ વીડિયો છે અને ક્લિપમાં દેખાતી મહિલા રશ્મિકા નથી. ઘણા યુઝર્સે માત્ર વ્યૂઝ મેળવવા માટે આવા વીડિયો બનાવનારાઓની ટીકા કરી હતી. યુઝર્સના એક વર્ગે મહિલા રશ્મિકા હોવાનો દાવો કરીને તેને અપલોડ કરનારાઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Elvish yadav: રેવ પાર્ટી નું આયોજન કરવા અને વિદેશી છોકરીઓ સાથે ઝેરી સાપ લાવનાર ફરાર આરોપી એલ્વિશ યાદવે શેર કર્યો વિડિયો, પોતાના બચાવમાં કહી આ વાત