Site icon

રશ્મિકા મંડન્નાએ મુંબઈમાં ખરીદ્યું નવું ઘર ! આ ફિલ્મો થીકરી રહી છે બોલીવુડમાં એન્ટ્રી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર

ફિલ્મ 'પુષ્પા' બાદ સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદન્નાની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. ઈન્સ્ટાગ્રામ પર રશ્મિકા મંદન્નાને 28 મિલિયન લોકો ફોલો કરે છે. રશ્મિકાએ અલ્લુ અર્જુન સ્ટારર 'પુષ્પા ધ રાઇઝ'માં શ્રીવલ્લીની ભૂમિકા ભજવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મની કમાણીએ ઘણા રેકોર્ડ તોડ્યા છે, જેની સાથે રશ્મિકાએ પોતાની ફી પણ વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાએ હવે મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે.

રશ્મિકા મંડન્નાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે તે નવા ઘરમાં શિફ્ટ થઈ રહી છે. વીડિયોમાં પેકિંગ બોક્સ જોવા મળે છે. રશ્મિકાએ ગયા વર્ષે જ મુંબઈમાં એક ઘર ખરીદ્યું હતું જેમાં તે શિફ્ટ થઈ રહી છે. સાઉથની ફિલ્મોમાં ધૂમ મચાવ્યા બાદ હવે રશ્મિકા મંડન્નાએ બોલિવૂડ તરફ વળી  છે અને તેણે 2 ફિલ્મો પણ સાઈન કરી છે. રશ્મિકા ફિલ્મ 'મિશન મજનૂ' અને 'ગુડબાય'માં જોવા મળશે. જેના શૂટિંગ માટે તે મુંબઈમાં ઘણો સમય વિતાવે છે.

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાના લગ્નની વિધિઓ શરૂ, આ ડિઝાઈનરનો આઉટફિટ પહેરશે અભિનેત્રી; જાણો વિગત 

રશ્મિકા મંદન્નાને કર્ણાટકની ક્રશ કહેવામાં આવતી હતી, પરંતુ હવે તે નેશનલ ક્રશ બની ગઈ છે. રશ્મિકા મંડન્નાએ કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2016માં, રશ્મિકા મંડન્નાએ ફિલ્મ કિરિક પાર્ટીથી કન્નડ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ હતી.

Dharmendra Health: ૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ!
Lalo: ગુજરાતી ફિલ્મોનો દબદબો: એક મહિના જૂની ફિલ્મે બૉલીવુડને હરાવ્યું, ‘હક’ કરતાં ડબલ કમાણી કરીને ઇતિહાસ રચ્યો!
Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Exit mobile version