News Continuous Bureau | Mumbai
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ‘પુષ્પા’ ફિલ્મ માં પોતાના દમદાર અભિનય ને કારણે તો ચર્ચામાં છે, પરંતુ સાથે સાથે ફેન્સ તેની ફિટનેસને લઇને પણ ખુબ ચર્ચાઓ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ રશ્મિકા મંદાના તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. રશ્મિકાને ફેન્સ નેશનલ ક્રશનુ ટેગ પણ આપી ચૂક્યા છે, અને તેનુ કારણ માત્ર તેની ફિટનેસ છે.
રશ્મિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પર તસવીર શરે કરી છે, એક્ટ્રેસે તસવીર શેર કરીને સાથે લખ્યું- મને નથી ખબર કે હું આ ફોટાને પૉસ્ટ કરવા માટે અલાઉડ છુ કે નહીં… તમારામાંથી કેટલાય લોકો આને પસંદ નહીં કરે પરંતુ હુ એ કહેવા સ્ટૉરી પૉસ્ટ કરી રહી છુ કે તમારા ફિટનેસ ગૉલ્સમાં વર્કઆઉટ્સ સ્થિર હોવુ જોઇએ. ફિઝીયોની સાથે, તમારી ડાયેટની સાથે, તમારા વિચારોની સાથે, તમારા સફરની સાથે, બસ સ્થિર રહો અને એન્જૉય કરો…થોડાક સમય માટે આ મજેદાર નહીં રહે પરંતુ જ્યારે તમને આદત પડી જશે…. ત્યારે તમને અહેસાસ થશે.. મારો પ્રેમ તમારા માટે મોકલી રહી છુ.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની આ અભિનેત્રી થઇ કોરોના થી સંક્રમિત, BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને કરી દીધું સીલ; જાણો વિગત
તમને જાણવી દઈએ કે, રશ્મિકા મંદાના સાઉથની ટૉપ હાઇએસ્ટ પેડ અભિનેત્રી માં ની એક છે, રરશ્મિકાને ફિલ્મ કૉમરેડથી પૉપ્યુલારિટી મળી હતી. હવે પુષ્પાની સક્સેસે એક્ટ્રેસની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે તે બહુ જલ્દી બૉલીવુડમાં પણ ધમાલ મચાવશે.