રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, પરિણીતી ચોપરા ને કરશે રિપ્લેસ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ તેની બીજી ફિલ્મ 'એનિમલ'ની પણ ચર્ચા થઈ રહી છે. અગાઉ, પરિણીતી ચોપરા સાઉથના પ્રખ્યાત નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ માં મુખ્ય અભિનેત્રી હતી, પરંતુ તે તાજેતરમાં જ આ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મેકર્સ નવી અભિનેત્રીની શોધમાં હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ માટે મેકર્સે સાઉથની જાણીતી અભિનેત્રી અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદન્ના ને લીડ રોલમાં લેવાનું મન બનાવી લીધું છે.

એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, મેકર્સ ફિલ્મ 'એનિમલ' માટે રશ્મિકા મંદન્નાને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આટલું જ નહીં નેશનલ ક્રશે ફીમેલ લીડ રોલ માટે ફિલ્મ પણ સાઈન કરી છે. પોર્ટલ સાથે સંબંધિત અહેવાલો માં એ પણ બહાર આવ્યું છે કે ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાને લાગે છે કે રશ્મિકા ફિલ્મ માટે યોગ્ય છે.નિર્માતાઓ આ ફિલ્મ માટે નવી કાસ્ટિંગ કરવા માંગતા હતા. ભૂષણ અને સંદીપને લાગે છે કે 'એનિમલ'માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના ની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવશે.

આ સમાચાર પણ વાંચો : કોણ છે નમિત મલ્હોત્રા? 'ઓસ્કર 2022'માં પોતાનો ડંકો વગાડનાર ફિલ્મ ડ્યૂન સાથે છે તેમનું ખાસ કનેક્શન; જાણો વિગત

'એનિમલ'નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. રણબીર કપૂર લવ રંજન દિગ્દર્શિત ફિલ્મ પૂરી કરશે કે તરત જ 'એનિમલ' પર કામ શરૂ થઈ જશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સિવાય અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 'પુષ્પા' ફેમ રશ્મિકા 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ સિવાય તેણે અમિતાભ બચ્ચન સાથે 'ગુડબાય' પણ કર્યું છે. તેના બોલિવૂડ ડેબ્યૂની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમજ, રણબીર કપૂરે 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તે પહેલીવાર આલિયા ભટ્ટ સાથે ઓનસ્ક્રીન જોવા મળશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *