News Continuous Bureau | Mumbai
અભિનેત્રી રશ્મિકા મંડન્ના(Actress Rashmika Mandanna) સંદીપ રેડ્ડી વાંગાની(Sandeep Reddy Wanga) ફિલ્મ 'એનિમલ'માં(Animal) રણબીર કપૂર(Ranbir Kapoor) સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં બંને ફિલ્મના શૂટિંગમાં(Film shooting) વ્યસ્ત છે. પુષ્પા(Pushpa) ફિલ્મથી લોકપ્રિયતા મેળવનાર રશ્મિકાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર(ranbir kapoor) સાથે કામ કરવા વિશે જણાવ્યું હતું.આ ફિલ્મ માટે પહેલા બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) પરિણીતી ચોપરાને(Parineeti Chopra) કાસ્ટ કરવામાં આવી રહી હતી, પરંતુ હવે કેટલાક કારણોસર આ ફિલ્મ માટે તેની જગ્યાએ રશ્મિકાને કાસ્ટ કરવામાં આવી છે. રશ્મિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રણબીર કપૂરે તેને સેટ પર રડાવી હતી. ચાલો આ લેખમાં જાણીએ કે શું હતો મામલો.
તમને જણાવી દઈએ કે રશ્મિકા એટલા માટે રડી નહોતી કારણ કે રણબીરે તેની સાથે કોઈ પ્રેંક કર્યું હતું, પરંતુ જ્યારે રશ્મિકાએ રણબીરના ઘરે સ્વાદિષ્ટ ભોજન ચાખ્યું ત્યારે તે પોતાના આંસુ રોકી શકી નહીં. રશ્મિકાને રણબીર ના ઘરનું જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું.એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા રશ્મિકાએ જણાવ્યું કે, 'જ્યારે અમે એનિમલ્સ માટે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે હું એક દિવસ મારા નાસ્તા વિશે ફરિયાદ કરી રહી હતી, ત્યારપછી બીજા જ દિવસે રણબીરે તેના રસોઈયા પાસેથી ખાસ નાસ્તો બનાવડાવી ને લાવ્યો .તે નાસ્તો એટલો સ્વાદિષ્ટ હતો કે હું રડવા લાગી. હું વિચારતી હતી કે એક જ ખોરાક આટલો સારો કેવી રીતે હોઈ શકે.
આ સમાચાર પણ વાંચો : શું બ્રહ્માસ્ત્ર 2 થી બોલિવૂડ માં ડેબ્યુ કરશે આ સ્ટાર કિડ -ભજવશે વનરાસ્ત્રની ભૂમિકા-જાણો વાયરલ પોસ્ટ પાછળની હકીકત
આ પછી રણબીરે તેને પૂછ્યું કે તમે આટલું બોરિંગ ફૂડ(Boring food) કેમ ખાઓ છો, જેના જવાબમાં રશ્મિકાએ હસીને કહ્યું કે અમે સામાન્ય માણસ છીએ, અમારી પાસે તમારા જેવો રસોઈયો નથી.
તમને જણાવી દઈએ કે, રશ્મિકા હાલમાં ફિલ્મ 'એનિમલ' માટે શૂટિંગ કરી રહી છે, તે તેના બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ(Bollywood debut film) ‘ગુડબાય’(Goodbye)માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પાવેલ ગુલાટી અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 7 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થવાની છે.