News Continuous Bureau | Mumbai
Ratan tata love story: રતન ટાટા એ 86 વર્ષ ની અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા તેમની સાદગી અને સરળ સ્વભાવ માટે જાણીતા હતા. રતન ટાટાના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લગ્ન કર્યા ન હતા. પરંતુ, તેઓ ચાર વખત પ્રેમ માં પડ્યા હતા.તેમજ બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલ સાથે તેમના ડેટિંગ ના સમાચાર પણ સામે આવ્યા હતા.રતન ટાટા એ તેમના એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : 70th National Film Awards: લાઇટ્સ, કૅમેરા, ઍવૉર્ડ્સ! રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કર્યા એનાયત, મિથુન ચક્રવર્તી સહિત આ કલાકારોને મળ્યા એવોર્ડ.
રતન ટાટા ની લવ લાઈફ
રતન ટાટા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે,તેમના જીવનમાં એકવાર નહીં પણ ચાર વખત પ્રેમે દસ્તક આપી હતી, પરંતુ મુશ્કેલ સમય છતાં તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો. તેમનું સમગ્ર ધ્યાન ટાટા ગ્રુપને ભારતમાં આગળ લઈ જવા પર હતું.રતન ટાટા એ એમ પણ કહ્યું કે લગ્ન ન કરવાનો નિર્ણય તેમના માટે સાચો સાબિત થયો, કારણ કે જો તેમને લગ્ન કર્યા હોત તો પરિસ્થિતિ ઘણી જટિલ બની હોત.આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલ સાથે તેમના ડેટિંગ ના સમાચાર પણ સામે આવ્યા હતા.સિમી ગરેવાલ એ એક જૂના ઈન્ટરવ્યુમાં રતન ટાટા સાથે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી હતી.
They say you have gone ..
It’s too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024
રતન ટાટા ના નિધન પર સિમી ગરેવાલ એ રતન ટાટા સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી અને લખ્યું – “તેઓ કહે છે કે તમે ગયા છો… તમારા જવાનું દુ:ખ સહન કરવું ખૂબ મુશ્કેલ છે… ખૂબ જ મુશ્કેલ… મારા મિત્રને અલવિદા. ” સિમી ગરેવાલ એ વર્ષ 2011 માં આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, “રતન અને મારો લાંબા સમયથી સંબંધ છે. તે સંપૂર્ણતા છે. તે રમૂજની ભાવના ધરાવે છે, નમ્ર છે અને સંપૂર્ણ સજ્જન છે. પૈસા તેના માટે ક્યારેય ચાલકબળ નથી રહ્યા. તેઓ ભારતમાં જેટલા રિલેક્સ નથી જેટલા વિદેશમાં છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)