News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન અને સંગીતકાર એમએમ કીરાવાણી, ને ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં સિનેમાના બંને દિગ્ગજ કલાકારોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
રવીના ટંડને આપી પ્રતિક્રિયા
છેલ્લા કેટલાય સમયથી પોતાના અભિનયથી સિનેમાની દુનિયામાં ધૂમ મચાવનાર અભિનેત્રી રવિના ટંડન આજે પણ લાખો લોકોના દિલની ધડકન છે. અભિનેત્રીની સમગ્ર ભારતની ફિલ્મ ‘KGF 2’ માં તેના અભિનય માટે વિવેચકો અને ચાહકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે અભિનેત્રી રવિના ટંડન એકમાત્ર એવી અભિનેત્રી બની છે જેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે.સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ રવીના ને આ પુરસ્કારથી નવાજવામાં આવી હતી. રવિના ટંડને આ એવોર્ડ તેના સ્વર્ગસ્થ પિતા રવિ ટંડનને સમર્પિત કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં, રવિના ટંડનએવોર્ડની જાહેરાત પર તેની પ્રતિક્રિયા શેર કરી અને કહ્યું, ‘આ એવોર્ડ મેળવવા માટે હું ખૂબ જ સન્માનિત અને આભારી છું. ખરેખર દરેકનો આભાર. એક તક… મારા માટે પુરસ્કારોનું એક વર્ષ રહ્યું છે, પરંતુ મને ખરેખર આની અપેક્ષા નહોતી. મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી.’
#WATCH | Actor Raveena Tandon receives the Padma Shri from President Droupadi Murmu pic.twitter.com/9BaFYP3TZi
— ANI (@ANI) April 5, 2023
એમ એમ કિરવાની ને મળ્યો એવોર્ડ
ઓસ્કારથી લઈને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ સુધી ‘નાટુ નાટુ’ સાથે ધૂમ મચાવનાર સંગીતકાર એમએમ કિરવાની પણ દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવવા આવ્યા હતા. કિરવાનીએ ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં 200 થી વધુ ફિલ્મો માટે ગીતો કંપોઝ કર્યા છે. તેમની પ્રતિભા અને સંગીત પ્રત્યેના જુસ્સાને કારણે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક સન્માન અને પરિચય મળ્યો છે.
‘Naatu Naatu’ music composer MM Keeravaani receives Padma Shri
Read @ANI Story | https://t.co/mw2cLaPXQ5#naatunaatusong #MMKeeravani #Padmashri pic.twitter.com/TXG0nkWFCb
— ANI Digital (@ani_digital) April 5, 2023
તમને જણાવી દઈએ કે પદ્મશ્રી દેશના સૌથી મોટા સન્માન માંથી એક છે. આ જ સમારોહમાં સ્વર્ગીય ગાયક વાણી જયરામને મરણોત્તર પદ્મ ભૂષણ થી નવાજવામાં આવ્યા હતા. દક્ષિણની વાણીએ 18 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે.