Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો

Raveena Tandon Dhurandhar Review: હિન્દી સિનેમામાં દમદાર હીરોની ઈમેજ પાછી લાવવા બદલ આદિત્યનો આભાર માન્યો; ૧૯ માર્ચે યશની ‘ટોક્સિક’ અને રણવીરની ‘ધુરંધર ૨’ વચ્ચે જામશે જંગ.

by Zalak Parikh
Raveena Tandon apologizes to Yami Gautam after watching 'Dhurandhar'; Calls herself a huge fan of Director Aditya Dhar.

News Continuous Bureau | Mumbai

Raveena Tandon Dhurandhar Review: ૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ આજે પણ ચર્ચામાં છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૧૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને બોલિવૂડના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં રવીના ટંડને ખુલાસો કર્યો કે ફિલ્મ જોયા બાદ તે નિર્દેશક આદિત્ય ધરની એટલી મોટી ફેન બની ગઈ છે કે તેણે યામી ગૌતમને કોલ કરીને માફી માંગવી પડી.રવીનાએ મજાકિયા અંદાજમાં યામીને કહ્યું કે, “હું તારા પતિ આદિત્ય ધરની બહુ મોટી ફેન બની ગઈ છું, હવે તારે તેમનું ધ્યાન મારી સાથે વહેંચવું પડશે.” રવીનાએ આદિત્યની પ્રશંસા કરતા ઉમેર્યું કે તેણે હિન્દી સિનેમામાં ખોવાયેલા મજબૂત અને દમદાર હીરોની છબીને ફરીથી જીવંત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: શોમાં આવશે નવો વળાંક: વેલેન્ટાઈન પ્લાન વચ્ચે બાપજીનો ફૂટ્યો ગુસ્સો; શું મિહિર અને તુલસીના પરિવારને ભોગવવી પડશે સજા?

રણવીર સિંહ અને સ્ટાર કાસ્ટની પ્રશંસા

રવીનાએ રણવીર સિંહને પોતાનો ફેવરિટ ગણાવતા એક કિસ્સો યાદ કર્યો કે કેવી રીતે રણવીર નાનપણમાં રવીનાના શૂટિંગ જોવા આવ્યો હતો. રવીનાએ ફિલ્મની આખી કાસ્ટ, ખાસ કરીને સંજય દત્ત, અક્ષય ખન્ના, સારા અર્જુન અને રાકેશ બેદીના અભિનયના પણ વખાણ કર્યા છે. તેના મતે, પુષ્પા અને KGF જેવી માસ એન્ટરટેઈનર ફિલ્મોની હરોળમાં હવે ‘ધુરંધર’ નું નામ પણ ગર્વથી લઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Five (@bollywoodfive)


 

‘ધુરંધર’ ની અપાર સફળતા બાદ મેકર્સ હવે તેનો સિક્વલ ‘ધુરંધર: ધ રિવિંજ’ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રિલીઝ કરવા જઈ રહ્યા છે. જોકે, આ દિવસે બોક્સ ઓફિસ પર મોટી ટક્કર જોવા મળશે, કારણ કે કન્નડ સુપરસ્ટાર યશ (Yash) અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ટોક્સિક’ પણ આ જ દિવસે રિલીઝ થઈ રહી છે. રણવીર અને યશ વચ્ચેના આ મુકાબલા પર હવે આખી ઇન્ડસ્ટ્રીની નજર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More