Site icon

પહેચાન કૌન- પિતાના ખોળામાં તૂટેલા દાંતવાળી સુંદર છોકરી રહી ચુકી છે 90 ના દાયકા ની સુપરહિટ અભિનેત્રી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સેલેબ્સના ફેન્સ તેમની રિયલ લાઈફ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. ચાહકો ઘણીવાર જાણવા માંગે છે કે તેમના મનપસંદ સેલેબ્સ (celebs)ક્યાં ભણ્યા છે, તેઓ તેમના બાળપણમાં કેવા દેખાતા હતા, તેઓ ક્યાં રહેતા હતા વગેરે વગેરે…. બોલિવૂડ પ્રેમીઓ હંમેશા આ તમામ મુદ્દાઓ વિશે જાણવા માટે ઉત્સુક હોય  છે. આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સની બાળપણની તસવીરો(childhood photos) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેને ઓળખવું ચાહકો માટે એક પડકાર સમાન બની ગયું છે.. આ દરમિયાન બોલિવૂડની વધુ એક અભિનેત્રીનો ફોટો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

વાયરલ થઈ રહેલા ફોટામાં પિતાના ખોળામાં દેખાતી આ છોકરી બોલિવૂડની ઘણી સુપરહિટ(superhit film) ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં છોકરી તૂટેલા દાંતમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શું તમે આ છોકરીને ઓળખી? જો નહીં, તો તમને જણાવી દઈએ કે આ છોકરી બીજું કોઈ નહીં પણ બોલિવૂડ ની શાનદાર અભિનેત્રી  રવિના ટંડન(Raveena tandon) છે. રવિના ટંડનનો જન્મ મુંબઈમાં(Mumbai) થયો હતો. તેમના પિતા રવિ ટંડન હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્માતા હતા. તેની માતાનું નામ વીણા ટંડન છે. તેનો એક ભાઈ છે રાજીવ ટંડન જે એક ફિલ્મ અભિનેતા(film actor) છે.રવીનાને પ્રથમ ફિલ્મની ઓફર તેના કોલેજકાળ દરમિયાન મળી હતી. જે બાદ તેણે અભ્યાસ છોડીને ફિલ્મોમાં કરિયર (filmi career)બનાવવાનું યોગ્ય માન્યું.રવીના ટંડન ની પ્રથમ ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ (Patthar ke phool)હતી જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ નો એવોર્ડ પણ મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બોલ્ડ અંદાજ માટે જાણીતી ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ આપ્યું બોલ્ડ સ્ટેટમેન્ટ-પોતાના જીવન-કારકિર્દી અને શો ઝલક દિખલાજા ને લઇ ને કહી આવી વાત 

તમને જણાવી દઈએ કે, રવિના ટંડનને ચાર બાળકો છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો. રવીનાએ વર્ષ 1995માં બે દીકરીઓ પૂજા અને છાયાને દત્તક(adopt) લીધી હતી અને તેમને સિંગલ મધર તરીકે ઉછેરી હતી અને હવે રવીના પણ માતા બની ગઈ છે. 22 ફેબ્રુઆરી 2004ના રોજ, રવિનાએ રાજસ્થાનના(Rajasthan Udaipur) ઉદયપુરના જગ મંદિર પેલેસમાં પંજાબી વિધિથી ફિલ્મ વિતરક અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવિના અને અનિલના પ્રથમ બાળક રાશાનો જન્મ 16 માર્ચ 2005ના રોજ થયો હતો. આ પછી જુલાઈ 2008માં રવિનાએ પુત્ર રણવીરવર્ધનને જન્મ આપ્યો.

 

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version