News Continuous Bureau | Mumbai
રવિના ટંડનની લાડલી પુત્રી રાશા થડાની આ દિવસોમાં સ્ટારકિડ્સની ચર્ચામાં નંબર વન પર છે. રાશાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હવે સ્ટારકિડના બોલિવૂડ ડેબ્યૂના સમાચારો જોરમાં છે. રિપોર્ટ્સ અનુસાર, 18 વર્ષની રાશા ટૂંક સમયમાં ફિલ્મોમાં આવવાની છે. હવે આ દરમિયાન તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રવિના ટંડનની દીકરી પોતાના અવાજના જાદુથી ચાહકોના હોશ ઉડાવી રહી છે. રાશાની પ્રતિભા જોઈને ચાહકો ને નવાઈ લાગી છે અને લોકો તેની પ્રતિભાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
રાશા એ શેર કર્યો વિડીયો
રાશા થડાનીએ વર્લ્ડ મ્યુઝિક ડે પર તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રવિના ટંડનની પુત્રી સ્ટેજ પર એમી જેડ વાઈનહાઉસનું પ્રખ્યાત ગીત ‘વેલેરી’ ગાતી જોવા મળે છે. વીડિયોમાં રાશા બ્લેક ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જેની સાથે તેણે બ્લેક બૂટ પહેર્યા છે. રાશા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે, તે ગીત ગાતી વખતે પણ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દેખાઈ રહી છે. લોકો રાશા થડાનીના આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેના ટેલેન્ટના જોરદાર વખાણ કરી રહ્યા છે.
રાશા થડાની ની કારકિર્દી
રવિના અને અનિલ થડાનીની દીકરી રાશા 6 વર્ષની ઉંમરથી સંગીત શીખી રહી છે. ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપરાંત, તેણીએ જાઝ નો પણ અભ્યાસ કર્યો હતો અને તે શંકર મહાદેવન એકેડમીની વિદ્યાર્થીની રહી ચુકી છે.રાશા તાજેતરમાં જ સ્કૂલમાંથી સ્નાતક થઈ છે અને તેની તસવીરો તેની માતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે..રવીના ટંડનની પુત્રી રાશા થડાની અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ જોડીને ‘કાઈ પો છે’ના દિગ્દર્શક અભિષેક કપૂર દ્વારા લોન્ચ કરવામાં આવશે, જેમણે ‘કેદારનાથ’માં સારા અલી ખાનને પણ લોન્ચ કરી હતી. અભિષેક કપૂર પણ રાશા અને અમન સાથે રેસ્ટોરન્ટમાં લંચ લેતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મિસ્ટર ઈન્ડિયાના મોગેમ્બો થી લઇ ને ગદર ના અશરફ અલી સુધી, અમરીશ પુરીએ આ પાત્રોને વિલન તરીકે કર્યા જીવંત, જાણો અભિનેતા વિશે કેટલીક રસપ્રદ વાતો
