Site icon

અક્ષય કુમાર સાથે ‘ટીપ ટીપ બરસા પાની’ના શૂટિંગ પહેલા રવિના ટંડને મેકર્સ સામે રાખી હતી આવી શરત.

રવિના ટંડને 90ના દાયકામાં સાડીમાં 'ટિપ ટીપ બરસા પાની' અને 'ઝુબાં પે જો નહીં આયે' જેવા સેન્સુઅલ ગીતો આપ્યા હતા. હવે એક વાતચીતમાં રવિનાએ જણાવ્યું છે કે 'ટિપ ટીપ બરસા પાની'ના શૂટિંગ પહેલા તેણે ફિલ્મના મેકર્સ સામે કઈ શરતો મૂકી હતી.

raveena tandon recall the conditions that he given makers of mohra for tip tip barsa pani

અક્ષય કુમાર સાથે 'ટીપ ટીપ બરસા પાની'ના શૂટિંગ પહેલા રવિના ટંડને મેકર્સ સામે રાખી હતી આવી શરત.

News Continuous Bureau | Mumbai

રવીના ટંડને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેના પર ફિલ્માવવામાં આવેલા ઘણા ગીતો પણ આઇકોનિક સાબિત થયા છે અને તેમાંથી સૌથી વધુ લોકપ્રિય છે ‘ટિપ ટીપ બરસા પાની’, જે ફિલ્મ ‘મોહરા’માં અક્ષય કુમાર અને રવિના ટંડન પર ફિલ્માવવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે આ ગીત ખૂબ જ સેન્સુઅલ છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે રવીના ટંડન આ ગીતનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે મેકર્સ સામે કેટલીક શરતો મૂકી હતી, આવો જાણીએ તે શરત કઈ હતી.

Join Our WhatsApp Community

 

રવીના ટંડને મૂકી હતી આ શરત 

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, રવિના ટંડનને કહ્યું કે, ‘સેક્સુઅલ અને સેન્સુઅલ વચ્ચે એક પાતળી રેખા હોય છે. મેં અગાઉ પણસેન્સુઅલ ગીતો કર્યા હતા, પરંતુ તેમાં કશું સ્પષ્ટ નહોતું. હું આ ગીતમાં કેટલીક બાબતો વિશે ખૂબ જ સ્પષ્ટ હતી. હું મારી સાડી નહીં ઉતારું, કોઈ કિસિંગ સીન નહીં હોય. આ સિવાય એક્ટ્રેસના ઘણા ચેક લિસ્ટ હતા, આ ગીતમાં ટિક માર્ક્સ કરતાં વધુ ક્રોસ માર્ક્સ હતા. જ્યારે મેકર્સ રવીના ની શરતો સ્વીકારવા તૈયાર હતા, તો એક્ટ્રેસે જઈને આ ગીતનું શૂટિંગ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: પહેલી પત્ની સાથે છેતરપિંડી કરીને અનૂપ સોની એ રાજ બબ્બરની દીકરી સાથે બાંધ્યો હતો સંબંધ, આ રીતે પકડાઈ ગઈ ચોરી

મોહરા ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી રવીના ટંડન 

‘મોહરા’ વિશે વાત કરીએ તો, તે અક્ષય કુમારની સૌથી લોકપ્રિય ફિલ્મ છે, જે 1લી જુલાઈ 1994ના રોજ રિલીઝ થઈ હતી. રાજીવ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રવિના ટંડન ઉપરાંત સુનીલ શેટ્ટી, નસીરુદ્દીન શાહ અને પરેશ રાવલ જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ માત્ર હિટ જ ન હતી, તેના ‘ટિપ ટીપ બરસા પાની’ અને ‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ જેવા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version