Site icon News Continuous Bureau | Mumbai

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા

સોનુ સૂદે વીડિયો જારી કરી મદદનો હાથ લંબાવ્યો, કહ્યું - ‘કોઈ પણ દેશનો નાગરિક હોય, માનવતાના નાતે અમે સાથ આપીશું.’

Real Hero Sonu Sood Extends Help to Stranded Travelers in Dubai Amid US-Iran War; Offers Free Stay.

Real Hero Sonu Sood Extends Help to Stranded Travelers in Dubai Amid US-Iran War; Offers Free Stay.

News Continuous Bureau | Mumbai

Real Hero Sonu Sood Extends Help કોરોનાકાળમાં હજારો લોકોની મદદ કરીને ‘મસીહા’ બનેલા બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે ફરી એકવાર પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને કારણે અત્યારે મિડલ ઈસ્ટનું હવાઈ ક્ષેત્ર બંધ છે, જેના લીધે હજારો મુસાફરો દુબઈએરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા છે. આ મુશ્કેલ સમયમાં સોનુ સૂદે એક વીડિયો જારી કરીને ફસાયેલા લોકો માટે મફત રહેવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

‘કોઈ રાષ્ટ્રીયતા નહીં, કોઈ શરત નહીં, ફક્ત માનવતા’

સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, “યુદ્ધના કારણે ઘણા પ્રવાસીઓ દુબઈમાં ફસાઈ ગયા છે. જો તમે અથવા તમારા ઓળખીતા કોઈ એવી વ્યક્તિ હોય કે જેમની પાસે ત્યાં રહેવાની સગવડ નથી, તો અમે તેમના માટે ફ્રીમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અહીં કોઈ રાષ્ટ્રીયતા કે કોઈ શરતો નથી, ફક્ત માનવતા (Humanity) છે.” સોનુએ લોકોને અપીલ કરી છે કે જેમને પણ મદદની જરૂર હોય તેઓ તેને અથવા @dugastaproperties ને ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ (DM) કરી શકે છે.

 

વીડિયોમાં સોનુ સૂદનો ખાસ સંદેશ

વીડિયોમાં સોનુ સૂદ કહેતા જોવા મળે છે કે, “જે લોકો પણ આપણા હિન્દુસ્તાની છે, અથવા કોઈ પણ દેશના નિવાસી દુબઈમાં ફસાયેલા છે, તમે પ્લીઝ મને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરો. અમે કોશિશ કરીશું કે તમારા રહેવાની વ્યવસ્થા ત્યાં સુધી ફ્રીમાં થઈ શકે જ્યાં સુધી તમે તમારા દેશ ન પહોંચી જાઓ.” સોનુ સૂદની આ પહેલની સોશિયલ મીડિયા પર ચોમેર પ્રશંસા થઈ રહી છે. ફેન્સ તેને ‘રિયલ લાઈફ હીરો’ કહી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.

મદદનો સિલસિલો યથાવત

આ પહેલીવાર નથી જ્યારે સોનુ સૂદે આ રીતે મદદ કરી હોય. કોવિડ દરમિયાન પણ તેણે હજારો શ્રમિકોને ઘરે પહોંચાડવા અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. તાજેતરમાં જ તેણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા અભિનેતા રાજપાલ યાદવ માટે પણ ઈન્ડસ્ટ્રી પાસે મદદની માંગ કરી હતી, જેના પછી ઘણા સેલેબ્સ રાજપાલની મદદે આવ્યા હતા. અત્યારે જ્યારે મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી રહી છે અને લોકો એરપોર્ટ પર અટવાયેલા છે, ત્યારે સોનુ સૂદની આ જાહેરાત ઘણા લોકો માટે આશાનું કિરણ બની છે.

 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version