Site icon

પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરીને બરબાદ થઈ ગયું આ આભિનેત્રી નું જીવન, પુત્રી ની કસ્ટડી મેળવવા કર્યો હતો સાધુ-સંતો નો સમ્પર્ક

અભિનેત્રી રીના રોય એ જમાનાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક રહી છે. 66 વર્ષની અભિનેત્રીનો એક ઈન્ટરવ્યુ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું છે.

reena roy took help from sadhu saint for daughter custody from ex husband mohsin khan

પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરીને બરબાદ થઈ ગયું આ આભિનેત્રી નું જીવન, પુત્રી ની કસ્ટડી મેળવવા કર્યો હતો સાધુ-સંતો નો સમ્પર્ક

News Continuous Bureau | Mumbai

70 અને 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રીના રોય ( reena roy ) એ જમાનાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક રહી છે. તેણે આ ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પરંતુ તે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી છે. આ દિવસોમાં 66 વર્ષની અભિનેત્રીનો એક ઈન્ટરવ્યુ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું છે.

Join Our WhatsApp Community

રીના એ દીકરી જન્નતની કસ્ટડીના દિવસો કર્યા યાદ

એક મીડિયા હાઉસ સાથે ની એક્સક્લુઝિવ વાતચીતમાં રીના રોયે યાદ કર્યું કે કેવી રીતે મોહસિન ખાનથી ( mohsin khan ) છૂટાછેડા લીધા પછી તેને તેની પુત્રીની કસ્ટડી મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, “છૂટાછેડા પછી હું ભારત પાછી આવી, પણ મને મારી દીકરી ની કસ્ટડી આસાનીથી મળી નહીં. હું મારી દીકરીને કોઈપણ કિંમતે મારી સાથે રાખવા માંગતી હતી, આ માટે મેં ખૂબ મહેનત કરી. હું ઘણા સાધુ-સંતો ને ( sadhu saint ) પણ મળી અને તેમના કહેવા પ્રમાણે કર્યું. જ્યારે મને મારી પુત્રીની કસ્ટડી મળી ત્યારે મેં તેનું નામ જન્નતથી બદલીને સનમ કરી દીધું.

આ સમાચાર પણ વાંચો: ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટની થઇ હાર્ટ સર્જરી, પુત્ર રાહુલે આપ્યું તેમનું હેલ્થ અપડેટ

શા માટે તેણે પૂર્વ પતિ મોહસીન થી લીધા હતા છૂટાછેડા

રીના રોયે વધુમાં જણાવ્યું કે શા માટે તેણે તેના પૂર્વ પતિ મોહસીન ખાનથી છૂટાછેડા લીધા. તેના વિશે વાત કરતાં તેણીએ કહ્યું, “તે (મોહસીન ખાન) ઇચ્છતા હતા કે હું તેની સાથે લંડનમાં રહેવા જઉં અને બ્રિટિશ નાગરિકતા લઈ લઉં, પરંતુ હું તેના માટે તૈયાર નહોતી. મોહસિને મારી દીકરીને મારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો કારણ કે તેણે વિચાર્યું કે હું મારી દીકરીને જોવા માટે બેતાબ થઈશ અને અંતે લંડન જઈને ત્યાં સ્થાયી થવા માટે રાજી થઈશ.ઇન્ટરવ્યુમાં વધુ વાત કરતા રીનાએ તેના પૂર્વ પતિ મોહસીન સાથેના તેના સંબંધો વિશે વાત કરી અને કહ્યું કે તે તેમની પુત્રી જન્નત માટે સારો પિતા છે. તેણી એ કહ્યું, “હું તેમનું ખૂબ સન્માન કરું છું કારણ કે તે મારી પુત્રીના પિતા છે અને તેઓ હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. અમે એકબીજા સાથે સુંદર બોન્ડ શેર કર્યું. મોહસીન તેના જીવનમાં સેટલ છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેને સ્વસ્થ અને ખુશ રાખે.

Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Dhurandhar OTT Release:રણવીર સિંહની ‘ધુરંધર’ એ રજનીકાંત-શાહરૂખના રેકોર્ડ તોડ્યા! 55 દિવસ બાદ હવે OTT પર થશે રિલીઝ, ફેન્સને મળશે મોટું સરપ્રાઈઝ
John Abraham New Look: જોન અબ્રાહમનું અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન! રિયલ લાઈફ સુપરકોપ રાકેશ મારિયાના રોલ માટે બદલી નાખ્યો આખો લૂક
Exit mobile version