Site icon News Continuous Bureau | Mumbai

Rekha and Amitabh First Film| અમિતાભરેખાના ઈતિહાસનો એ કિસ્સો, જ્યારે એક અભિનેતાએ તેમની ફિલ્મ પર ફેરવી દીધું પાણી

Rekha and Amitabh First Film| અમિતાભ બચ્ચન અને રેખાની ઓનસ્ક્રીન જોડી બોલિવૂડની ફેવરિટ રહી છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની પહેલી ફિલ્મ કઈ હતી જે ક્યારેય રિલીઝ થઈ શકી નહોતી?

Rekha and Amitabh First Film| અમિતાભરેખાના ઈતિહાસનો એ કિસ્સો, જ્યારે એક અભિનેતાએ તેમની ફિલ્મ પર ફેરવી દીધું પાણી

Rekha and Amitabh First Film| અમિતાભરેખાના ઈતિહાસનો એ કિસ્સો, જ્યારે એક અભિનેતાએ તેમની ફિલ્મ પર ફેરવી દીધું પાણી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rekha and Amitabh First Film| હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય અને ચર્ચિત ઓનસ્ક્રીન જોડીની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન અને રેખાનું નામ સૌથી પહેલા લેવાય છે. બંનેએ સાથે મળીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ એક રસપ્રદ કિસ્સો એ છે કે, 54 વર્ષ પહેલા આ જોડી પહેલીવાર એક સાથે જોવા મળવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ અમિતાભને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

ફિલ્મ ‘અપના પરાયા’ અને બદલાયેલું નસીબ

70ના દાયકાની શરૂઆતમાં જ્યારે અમિતાભ બચ્ચન અને રેખા બંને પોતાના કરિયરને નવી ઊંચાઈ આપવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે નિર્દેશક કુંદન કુમારે 1972માં એક ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી. આ ફિલ્મનું નામ ‘અપના પરાયા’ રાખવામાં આવ્યું હતું અને તેમાં લીડ રોલ માટે અમિતાભ અને રેખાને સાઈન કરવામાં આવ્યા હતા. જોકે, નિર્દેશકે અચાનક નિર્ણય બદલ્યો અને અમિતાભના સ્થાને સંજય ખાનને મુખ્ય કલાકાર તરીકે કાસ્ટ કર્યા.

બદલાયું ટાઇટલ અને રિલીઝ

માત્ર અભિનેતા જ નહીં, પરંતુ ફિલ્મનું નામ પણ બદલીને ‘દુનિયા કા મેલા’ કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મ 1974માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે, કુંદન કુમારનો આ પ્રયોગ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો અને ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ રીતે રેખા અને અમિતાભની પહેલી જોડી બનતા-બનતા રહી ગઈ હતી.

‘નમક હરામ ‘ થી શરૂ થઇ સફળ સફર

જોકે, આ પછી વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘નમક હરામ’માં આ જોડી પહેલીવાર સાથે જોવા મળી અને ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજેશ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારપછી આ જોડીએ ‘મિસ્ટર નટવરલાલ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘સુહાગ’, ‘ખૂન પસીના’, ‘દો અંજાને’ અને ‘સિલસિલા’ જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મો આપીને સિનેમા જગતમાં ઈતિહાસ રચ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
Ramayan fame Renu Dhariwal| રામાયણ’ ફેમ અભિનેત્રી ની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર જાણો કેટલી કરોડોની છે તેમની નેટવર્થ!

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version