News Continuous Bureau | Mumbai
બોલિવૂડની જાણીતી અભિનેત્રી રેખા હંમેશા પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. રેખાની સુંદરતા અને તેની સ્ટાઈલ આજે પણ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. આજે રેખા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ તે ઘણા રિયાલિટી શો અને એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે. રેખાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક ઈન્ટરવ્યુમાં રેખાએ જણાવ્યું કે તેના પિતા જેમિની ગણેશન, જે તમિલ સિનેમાના ફેમસ એક્ટર હતા, તેમણે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહોતું. રેખાની માતા પુષ્પાવલ્લી તેલુગુ ફિલ્મોમાં નાના રોલ કરતી હતી.
આ કારણે રેખા એ નથી અપનાવી તેના પિતા ની સરનેમ
જેમિની ગણેશન ત્યારે રેખા અને તેની માતાને છોડી ગયા હતા. જ્યારે તે ઘણી નાની હતી. પિતાના ગયા પછી રેખાના ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી. એવું કહેવાય છે કે જેમિની એ 4 વખત લગ્ન કર્યા હતા, પરંતુ રેખાની માતાને ક્યારેય પત્નીનો દરજ્જો આપ્યો ન હતો.તે લગ્ન કર્યા વિના બે છોકરીઓની માતા બની હતી, જેમાંથી એક રેખા હતી. જેમિની ગણેશને ક્યારેય રેખાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી ન હતી. કદાચ આ જ કારણ છે કે રેખાએ પોતાના નામમાં ગણેશન સરનેમ નથી ઉમેરી .
રેખા એ તેના પિતા વિશે કર્યો હતો ખુલાસો
સિમી ગ્રેવાલ સાથેના એક ઈન્ટરવ્યુમાં રેખાએ કહ્યું હતું કે, જ્યારે તેણે અમારી જિંદગી છોડી દીધી ત્યારે હું બાળકી હતી. મને યાદ નથી કે મેં તેને ક્યારે ઘરે જોયો હતો. મારી મા તેના પિતાના પ્રેમમાં ખોવાયેલી રહેતી. રેખાએ વધુમાં જણાવ્યું કે તેના પિતાના ઘણા બાળકો છે અને આ જ કારણ હોઈ શકે છે કે તેણે ક્યારેય તેમના પર ધ્યાન ન આપ્યું હોય. ઘરમાં માતા એકમાત્ર કમાનાર હતી. આ કારણે રેખાએ 9 વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું.રેખાએ કહ્યું હતું કે અમે કુલ એક ડઝન બાળકો હતા, અમે એક જ સ્કૂલમાં ભણતા હતા. પિતા અન્ય બાળકોને શાળાએ મૂકવા આવતા હતા. પછી પહેલીવાર તેનું ધ્યાન ગયું. હું વિચારતી હતી – અરે, આ તો અપ્પા છે, મને ક્યારેય મળવાનો મોકો નથી મળ્યો. મને નથી લાગતું કે તેણે ક્યારેય મારા પર ધ્યાન આપ્યું હોય. તેણે મને ક્યારેય જોઈ નથી.
રેખા ની લવલાઈફ
તમને જણાવી દઈએ કે રેખાનું સાચું નામ ભાનુરેખા છે, જોકે તે ફિલ્મી દુનિયામાં રેખાના નામથી ફેમસ થઈ હતી. સાઉથની ફિલ્મોમાં નામ કમાયા બાદ રેખા બોલિવૂડ તરફ વળી અને રેખાએ 80ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરી.રેખાએ બોલીવુડમાં 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જ જોવા મળી છે.રેખાની લવ લાઇફે ઘણી હેડલાઈન્સ બનાવી છે. સૌથી પહેલા રેખાનું નામ વિનોદ મહેરા સાથે જોડાયું હતું. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.અમિતાભ સાથેની ફિલ્મો દરમિયાન રેખા અને અમિતાભ એકબીજાની નજીક આવ્યા હતા. અમિતાભ પરિણીત હતા તેથી આ સંબંધ તેના અંત સુધી ન પહોંચી શક્યો.આ પછી રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના 11 મહિના બાદ જ મુકેશે રેખાના દુપટ્ટા સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.