ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
પોતાના અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારી બોલિવૂડની દિગ્ગ્જ અભિનેત્રી રેખા હવે ટૂંક સમયમાં ટીવી સ્ક્રીન પર જોવા મળશે. મોટા પડદા પર ઘણાં વર્ષોથી હિટ ફિલ્મો આપનારી આ અભિનેત્રી હવે ટીવીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી ટીવી સીરીયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' માં અભિનય કરતી જોવા મળશે. આ શો સ્ટાર પ્લસ પર 5 ઓક્ટોબરથી શરૂ થશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં રેખા ‘યે ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ગીત ગુનગુનાતી જોવા મળે છે. રેખા આ પ્રોમોમાં કહેતી જોવા મળે છે, 'આ ગીત મારા હૃદયની ખૂબ નજીક છે. તેમાં ક્યાંક એક સ્પર્શ છુપાયેલ છે, જ્યાં પ્રેમની રાહ જોવાઈ રહી છે, પરંતુ તેનું નામ લેવાની મંજૂરી નથી’
પ્રોમોમાં, રેખા આગળ કહે છે કે, ‘જ્યારે સવાર-સાંજ કોઈના પ્રેમમાં દિલ ગુમ થઈ જાય છે, તો પછી પ્રેમ પૂજા થઈ જાય છે.’ વિરાટની આ લવ સ્ટોરી છે, જે પોતાના ફરજના માર્ગે ચાલતા સમયે પોતાના પ્રેમનો બલિદાન આપે છે. જે આજે પણ પ્રેમની રાહ જોઇ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે આ શો એકતા કપૂરના શો 'કસૌટી જિંદગી 2'ને રિપ્લેસ કરશે. શોનો છેલ્લો એપિસોડ 3 ઓ ક્ટોબરે પ્રસારિત થશે. પાર્થ સમથાન, એરિકા ફર્નાન્ડીઝ, જેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને કેટલાક અન્ય લોકોએ આ શો છોડી દીધો હતો. જે બાદ નિર્માતાઓએ ઓછી ટીઆરપી બાદ શો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
રેખા લગભગ 2 વર્ષ પછી સ્ક્રીન પર પોતાનો કમબેક કરી રહી છે. જોકે, નિર્માતાઓ અને રેખાએ તેમની ભૂમિકા વિશે હજી કંઇ પુષ્ટિ કરી નથી. તે પણ સ્પષ્ટ નથી કે તે ફક્ત પ્રોમોનો ભાગ બનશે, શોમાં નહીં. તે છેલ્લે 'યમલા પગલા દીવાના ફિર સે'માં જોવા મળી હતી.