Site icon News Continuous Bureau | Mumbai

Rekha: જયા બચ્ચન ની રાહ પર રેખા!સેલ્ફી લેવા આવેલી મહિલા સાથે અભિનેત્રી એ કરી એવી હરકત કે થઇ રહી છે ટ્રોલ

Rekha: અભિનેત્રી રેખા સામાન્ય રીતે પોતાની વિનમ્રતા માટે જાણીતી છે, પરંતુ મુંબઈ એરપોર્ટ પર એક ફૅન સાથે સેલ્ફી લેવાને લઈને થયેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોએ તેમની સરખામણી જયા બચ્ચન સાથે કરી દીધી

Rekha Pushed Away a Fan Who Came for a Selfie at the Airport

Rekha Pushed Away a Fan Who Came for a Selfie at the Airport

News Continuous Bureau | Mumbai

Rekha: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રેખા સામાન્ય રીતે પોતાની મીઠી સ્મિત અને ચાહકો સાથેના સૌમ્ય વર્તન માટે જાણીતી છે. પરંતુ તાજેતર માં મુંબઈ એરપોર્ટ પર તેમની સાથે એક એવી ઘટના બની, જેનાથી લોકોનું ધ્યાન ખેંચાયું.આ ઘટના નો વિડીયો વાયરલ થતાં લોકોએ તેમની સરખામણી જયા બચ્ચન સાથે કરી દીધી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vikram Bhatt Arrested: ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસે કરી ધરપકડ, અધધ આટલા કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

એરપોર્ટ પર શું થયું?

રેખા જ્યારે એરપોર્ટ પર પાપારાઝીને પોઝ આપીને આગળ વધી રહી હતી, ત્યારે એક મહિલા ફૅન ફોન લઈને તેમની નજીક પહોંચી અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા લાગી.રેખાએ તરત જ હાથ લંબાવીને તેને રોકવાનો ઇશારો કર્યો અને મહિલા ફૅનને પાછળ કરી દીધી. તેમની મેનેજર ફરઝાના પણ તરત જ વચ્ચે આવી અને ફૅનને વધુ નજીક આવતા અટકાવી. જોકે, આ દરમિયાન રેખા શાંત રહી, સતત સ્મિત કરતી રહી અને પોતાની કાર તરફ આગળ વધી ગઈ.


આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ પછી નેટીઝન્સે રેખાના વર્તન પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું.ઘણા યુઝર્સે તેમની સરખામણી જયા બચ્ચન સાથે કરી, જે ઘણીવાર કેમેરા અને ચાહકો પર ગુસ્સે થવા માટે ચર્ચામાં રહે છે.એક યુઝરે લખ્યું: “ફૅનને ધક્કો મારવાની જરૂર નહોતી. તે માત્ર ફોટો લેવા માંગતી હતી.”અન્ય એક યુઝરે કહ્યું: “જો કોઈ તમને આદર્શ માનીને આવે છે, તો થોડું માન આપવું જોઈએ.”જોકે, વીડિયોમાં રેખા ગુસ્સે થવાને બદલે શાંત અને નિયંત્રિત દેખાઈ હતી. તેમણે બસ શાંતિથી સેલ્ફી લેવાનો ઇનકાર કર્યો અને ત્યાંથી નીકળી ગઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version