Site icon

90 ના દાયકા ના આ ગુજરાતી એક્ટર ને ડેટ કરતી હતી પીઢ અભિનેત્રી રેખા-અભિનેતા ને તેની એક્સ ના નામે કરતી હતી હેરાન-જાણો રસપ્રદ કિસ્સો

 News Continuous Bureau | Mumbai

રેખા (Rekha) બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને ‘એવરગ્રીન’ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો (blockbuster film) આપી છે. રેખા 180 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે અને નેશનલ ફિલ્મ એવોર્ડ (National award) સહિત અનેક એવોર્ડ જીતી ચૂકી છે. જો કે, તેના ફિલ્મી કરિયર સિવાય રેખા હંમેશા તેના અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથેના સંબંધો અને વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. તેના અંગત જીવન અને પ્રેમ જીવન વિશે ઘણી રસપ્રદ ટુચકાઓ ઘણી વખત પ્રકાશિત થતા રહે છે.હવે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉલ્લેખ એક ફિલ્મ મેગેઝિનમાં (film magazine) વર્ષ 1975ની આવૃત્તિમાં કરવામાં આવ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે રેખા 90ના દાયકામાં એક્ટર કિરણ કુમારને (Kiran Kumar) ખૂબ હેરાન કરતી હતી.

Join Our WhatsApp Community

મેગેઝિનના લેખ મુજબ, રેખા તે સમયે કિરણ કુમારને ડેટ કરી રહી હતી, અને તે અભિનેતાના ‘કર્તવ્યપૂર્ણ પુત્ર’ વ્યક્તિત્વ અને ‘દૂધનો ગ્લાસ’ પીવા માટે રાત્રે 10 વાગ્યા સુધીમાં ઘરે પરત ફરવાની જીદથી નારાજ થઈ જતી હતી.કિરણે કહ્યું હતું કે જ્યારે રેખા ફોન પર તેની પૂર્વ પ્રેમિકાના (Ex girlfriend) અવાજની નકલ કરતી હતી ત્યારે તે નારાજ થઈ જતો હતો. પછી, જ્યારે હું તેની સાથે મીઠી મીઠી વાતો કરતો ત્યારે તે પાગલ થઈ જતી હતી.

આ સમાચાર પણ વાંચો:  દિલ્હી મર્ડર કેસ: શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના લોકઅપ વિઝ્યુઅલ આવ્યા સામે, આવી રીતે ગુજારી આખી રાત.. જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે, રેખાનું અંગત જીવન હંમેશા તેના કથિત અફેર અને લિંક-અપ (affair and linkup) અફવાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે. રેખાનું નામ તેના સહ કલાકારો જીતેન્દ્ર, કિરણ કુમાર, વિનોદ મહેરા, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

 

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version