Site icon

Dilip Kumar and Raj Kapoor: પેશાવરમાં ભારતીય ફિલ્મ દિગ્ગજો રાજ કપૂર અને દિલીપ કુમાર ના પૌત્રિક ઘરોને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ, ખંડેર બનેલા ઘરો થશે આ વસ્તુ માં પ્રવર્તિત

Dilip Kumar and Raj Kapoor: પાકિસ્તાનમાં દિલીપ કુમાર અને રાજ કપૂરના ઘરોનું નવિનીકરણ શરૂ થઇ ગયું છે.. બંને દિગ્ગ્જ્જો ના પૌત્રિક ઘરો વર્ષ 2016માં રાષ્ટ્રીય વારસો જાહેર કરાયા હતા

Renovation Begins for Dilip Kumar and Raj Kapoor Ancestral Homes in Pakistan

Renovation Begins for Dilip Kumar and Raj Kapoor Ancestral Homes in Pakistan

News Continuous Bureau | Mumbai

Dilip Kumar and Raj Kapoor:  પાકિસ્તાનના પેશાવર શહેરમાં સ્થિત ભારતીય ફિલ્મ દિગ્ગજ દિલીપ કુમાર અને રાજ કપૂર ના પૌત્રિક ઘરોનું નવિનીકરણ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. વર્ષ 2016માં આ બંને ઇમારતોને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યો હતો. હવે ખૈબર પખ્તૂનખ્વા સરકાર દ્વારા 7 કરોડના અંદાજિત ખર્ચે આ ઘરોનું પુનઃનિર્માણ અને સૌંદર્યવર્ધન કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Karisma Kapoor: સંજય કપૂર ના નિધન બાદ અધધ આટલા કરોડની પ્રોપર્ટી માં હિસ્સો માંગવાની તૈયારી કરી રહી છે કરિશ્મા કપૂર!

ઘરોની હાલત અને નવિનીકરણની યોજના

કપૂર હવેલી અને દિલીપ કુમારનું ઘર બંને ખૂબ જ જીર્ણશીર્ણ હાલતમાં છે. કપૂર હવેલીના હાલના માલિક હાજી મુહમ્મદ ઇસરાર ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવાની ઈચ્છા રાખતા હતા, પણ 2016માં સરકાર દ્વારા તેને વારસાગત સ્થળ જાહેર કરાયું. હવે આ ઘરોને તેમની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરીને મ્યુઝિયમમાં ફેરવવાની યોજના છે.


પુરાતત્વ વિભાગના ડિરેક્ટર ડૉ. અબ્દુસ સમદ અનુસાર, આ યોજના દ્વારા પેશાવરની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવી અને પ્રવાસન વધારવો મુખ્ય ઉદ્દેશ છે. આથી નફો અને રોજગારના નવા અવસરો ઊભા થશે. વિશ્વ બેંક પણ આ યોજનામાં સહાય કરશે.રિપોર્ટ મુજબ દિલીપ કુમારનું ઘર પેશાવરના કિસ્સા ખ્વાની બજાર માં આવેલ છે, જેની કિંમત 72 લાખ છે. રાજ કપૂરની 40 રૂમવાળી હવેલી ઢાકી દલગરાન વિસ્તારમાં છે, જેની કિંમત 1.15 કરોડ છે. બંને ઘરો ભારતીય ફિલ્મ ઈતિહાસના મહત્વપૂર્ણ ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Natasa Stankovic: શું લગ્ન બાદ નતાશા સ્ટેન્કોવિક સાથે હાર્દિક પંડ્યાએ કર્યો હતો દગો? એક્સ ગર્લફ્રેન્ડ જેસ્મિન વાલિયાના કમેન્ટથી મચી ચર્ચા
Zubeen Garg Net Worth: 52 વર્ષની ઉંમરે અવસાન પામેલા જુબિન ગર્ગ પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો તેમની નેટ વર્થ વિશે
Aneet Padda: સૈયારા બાદ ચમકી અનીત પદ્દા ની કિસ્મત, આ ફિલ્મ માં કિયારા અડવાણી ને કરી રિપ્લેસ!
Zubeen Garg passes away: જાણો કોણ છે જુબિન ગર્ગ જેનું 52 વર્ષની ઉંમરે સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયું નિધન
Exit mobile version