ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલથી થઈ રહેલી તપાસમાં બોલીવુડની અનેક હસ્તીઓના નામ ખુલ્યા છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની ઘરપકડ બાદ, દીપિકા પાદુકોણ, સારા જેવી અભિનેત્રીઓની NCBએ પુછ્પરછ કરી રહી છે ત્યારે વધુ ત્રણ ચોંકાવનારા નામ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના પર એનસીબીએ હવે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, SRA અંગે કોઈ પણ જાતના પૂરાવા વગર કેટલાક અહેવાલ વહેતા થયા છે.
હકીકતમાં, ગઈકાલે એક અખબારમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એનસીબીના એક અધિકારીએ પોતાનું નામ ન જણાવવાની શરતે બોલીવુડના મોટા માથાના નામ આપ્યા છે. જેમાં બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલ જેવા નામ શામેલ છે. અખબારમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એનસીબી કોઈપણ પગલું ભરતા પહેલા હોમ વર્ક કરી લેવા માંગે છે. જે બાદ એજન્સી આ અભિનેતાઓને સમન્સ મોકલી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ્સના કેસમાં એનસીબી ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ સાથે કામ કરનાર ત્રણ સુપરસ્ટારની પૂછપરછ કરી શકે છે. આ અભિનેતાઓનાં નામ એસ, આર અને એથી શરૂ થાય છે. નોંધનીય છે કે 26 સપ્ટેમ્બરે એનસીબીએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનના નિવેદન નોંધ્યા હતા. જે બાદ એનસીબીએ ધર્મા પ્રોડક્શનના કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રાવની પૂછપરછ બાદ ધરપકડ કર્યો હતો. એજન્સી આ મામલે એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી ચુકી છે
