Rhea Chakraborty: સુશાંત સિંહ રાજપૂત પછી રિયા ચક્રવર્તી ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી, આ બિઝનેસમેન ને ડેટ કરવાની ચાલી રહી છે ચર્ચા

Rhea Chakraborty: રિયા ચક્રવર્તી ફરી એકવાર તેની અંગત જીવનને લઈને ચર્ચાનો હિસ્સો બની છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, હવે અહેવાલ છે કે રિયા ઝેરોધા ના સ્થાપક નિખિલ કામથને ડેટ કરી રહી છે.

by Zalak Parikh
Rhea Chakraborty: after sushant singh rajput actress is dating zerodha founder nikhil kamath

News Continuous Bureau | Mumbai

Rhea Chakraborty: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લા બે વર્ષથી ચર્ચામાં છે. તે સમયે, અભિનેત્રી દિવંગત અભિનેતા સાથે કથિત સંબંધમાં હતી. અને હવે તાજેતરના અહેવાલો અનુસાર, રિયા આખરે તેના જીવન સાથે આગળ વધી છે અને હાલમાં તે ઝેરોધા ના સ્થાપક નિખિલ કામથ ને ડેટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિખિલ કામથ સાથે તેની કથિત ડેટિંગ અફવાઓ પર એક પોસ્ટ શેર થઇ હતી, જેને હવે હટાવી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Kamath (@nikhilkamathcio)

રિયા ચક્રવર્તી ની લવ લાઈફ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયા ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથને ડેટ કરી રહી છે. આ એ જ નિખિલ કામથ છે જેનું નામ રિયા પહેલા વર્ષ 2021માં મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર સાથે જોડાયું હતું. પરંતુ અહેવાલો અનુસાર, બંને તેમના સંબંધોને ખાનગી રાખવા માંગતા હતા.જોકે થોડા સમય પહેલા એવી અફવા હતી કે રિયા વિરાટ કોહલીના મેનેજર બંટી સજદેહને ડેટ કરી રહી છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી. લગભગ બે વર્ષ બાદ રિયા ‘રોડીઝ સીઝન 19’માં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ જોરદાર કમબેક કરવા તૈયાર આમિર ખાન,આ દમદાર વકીલ ની બાયોપિક માટે મિલાવ્યો હાથ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More