ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
આખરે આજે રિયાની ધરપકડ કરવામાં આવી.. ધરપકડ બાદ પ્રથમ પ્રોસીજર મેડિકલ ટેસ્ટની હોય છે. પાછલાં ત્રણ દિવસથી NCB રિયાની પૂછપરછ કરી રહી હતી. આ પહેલાં , સાત સપ્ટેમ્બરના રોજ રિયાની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આમ કુલ મળીને રિયાની 24 કલાક થી વધુની પૂછપરછ કરીને, પુરતાં પુરાવાઓ ભેગા કર્યા બાદ, NCB એ રિયાની ધરપકડ કરી છે. નોંધપાત્ર વાત એ ચગે કે ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે.
રિયાએ આજે પહેલી જ વાર કબૂલ કર્યું કે તેણે ડ્રગ્સ લીધું હતું. આ પહેલા રિયાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. મળતી માહિતી મુજબ રિયાએ બોલિવૂડ પાર્ટીઓના કેટલાક લોકોના નામ આપ્યા છે, જ્યાં તે ડ્રગ્સ લેતી હતી. NCB હવે સુશાંતના કો-સ્ટાર્સ તથા એક્ટર્સને પણ સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે.
ડ્રગ્સ કેસમાં NCBએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના મતે, NCBએ ડોઝિયર તૈયાર કર્યું છે, જેમાં બોલિવૂડના 25 કલાકારોના નામ સામેલ છે. આ લિસ્ટ રિયા-શોવિક, ડ્રગ્સ પેડલર્સ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યું છે.. ઉલ્લેખનીય છે કે રિયાના અને એના ભાઈ ના મોબાઈલ માંથી ઉપરોક્ત તમામ પુરાવા ભેગા કર્યા હતા..