Site icon News Continuous Bureau | Mumbai

આખરે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી.. રિયાનું છૂટવું મુશ્કેલ છે.. NCB એ તૈયાર કર્યું છે પુરાવાઓનું આખું ડોઝિયર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

07 સપ્ટેમ્બર 2020

આખરે આજે રિયાની ધરપકડ કરવામાં આવી.. ધરપકડ બાદ પ્રથમ પ્રોસીજર મેડિકલ ટેસ્ટની હોય છે. પાછલાં ત્રણ દિવસથી NCB રિયાની પૂછપરછ કરી રહી હતી. આ પહેલાં , સાત સપ્ટેમ્બરના રોજ રિયાની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.  આમ કુલ મળીને રિયાની 24 કલાક થી વધુની પૂછપરછ કરીને, પુરતાં પુરાવાઓ ભેગા કર્યા બાદ, NCB એ રિયાની ધરપકડ કરી છે. નોંધપાત્ર વાત એ ચગે કે ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે.

રિયાએ આજે પહેલી જ વાર કબૂલ કર્યું કે તેણે ડ્રગ્સ લીધું હતું. આ પહેલા રિયાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. મળતી માહિતી મુજબ રિયાએ બોલિવૂડ પાર્ટીઓના કેટલાક લોકોના નામ આપ્યા છે, જ્યાં તે ડ્રગ્સ લેતી હતી. NCB હવે સુશાંતના કો-સ્ટાર્સ તથા એક્ટર્સને પણ સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે. 

ડ્રગ્સ કેસમાં NCBએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના મતે, NCBએ ડોઝિયર તૈયાર કર્યું છે, જેમાં બોલિવૂડના 25 કલાકારોના નામ સામેલ છે. આ લિસ્ટ રિયા-શોવિક, ડ્રગ્સ પેડલર્સ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યું છે.. ઉલ્લેખનીય છે કે રિયાના અને એના ભાઈ ના મોબાઈલ માંથી ઉપરોક્ત તમામ પુરાવા ભેગા કર્યા હતા..

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version