News Continuous Bureau | Mumbai
Rhea chakraborty at ira and nupur reception: આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.કપલે ઉદયપુર માં પરિવાર અને મિત્રો ની હાજરી માં ધામધૂમ થી લગ્ન કર્યા છતાં. લગ્ન બાદ બંને નું મુંબઈ માં ગ્રાન્ડ રિસેપશન થયું હતું જેમાં બોલિવૂડ, પોલિટિક્સ અને ઉદ્યોગ જગત ની ઘણી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ રિસેપ્શન પાર્ટી માં રિયા ચક્રવર્તી પણ આવી હતી.તે તેના ભાઈ સાથે આવી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
રિયા ચક્રવર્તી નો વિડીયો થયો વાયરલ
ઇરા અને નૂપુર ના રિસેપ્શન માં રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક સાથે પહોંચી હતી. તેણે પાપારાઝી ને તેના ભાઈ સાથે પોઝ આપ્યો હતો. આ દરમિયાન એક ફોટોગ્રાફરે રિયાના ભાઈ શોવિક ને તેનો બોયફ્રેન્ડ સમજી લીધો. અભિનેત્રીને તેના ભાઈ સાથે પોઝ આપતી જોઈને ફોટોગ્રાફરે કહ્યું, ‘નાઇસ કપલ.’ આ પછી, નજીકમાં ઉભેલા ફોટોગ્રાફરે તેની ભૂલ સુધારી અને કહ્યું, ‘ અરે ભાઈ બહેન છે.’ જે બાદ તેણે તરત જ અભિનેત્રીની માફી માંગી લીધી.
View this post on Instagram
પાપારાઝી ને પોઝ આપ્યા બાદ રિયા ચક્રવર્તી ફોટોગ્રાફરની વાત પર પ્રતિક્રિયા આપે છે અને કહે છે, ‘આવા લોકોના કારણે જ અફવાઓ ફેલાય છે.’ રિયાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના પ્રમોટર્સ એ લીધો બોલિવૂડના આ સુપરસ્ટાર નો સહારો! અભિનેતા ના ઘર ની બહાર ઉભા રહી કરી ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત