News Continuous Bureau | Mumbai
Rhea chakraborty: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુશાંત ના પરિવારે રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ કર્યો હતો ત્યારબાદ સુશાંત ના મૃત્યુ ની તપાસ દરમિયાન ડ્રગ એંગલ સામે આવતા રિયા ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ રિયા જામીન પર બહાર આવી છે. આ બાબતને કારણે અભિનેત્રીને લાંબા સમય સુધી વિદેશ જવા માટે કોર્ટ તરફથી પરવાનગી મળી ન હતી. આ કારણે જામીન મળ્યા બાદ પણ અભિનેત્રી કોર્ટના આદેશથી વિદેશ પ્રવાસ પર જઈ શકી ન હતી, પરંતુ લાંબા સમય બાદ તેને હાઈકોર્ટમાંથી રાહત મળી હતી, પરંતુ આ પછી તરત જ લુક આઉટ નોટિસનો મામલો શરૂ થઇ ગયો છે જે હવે સુપ્રીમ કોર્ટમાં જતો જોવા મળી રહ્યો છે.
રિયા ચક્રવર્તી ની વધી મુશ્કેલી
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી ને જેલ થઇ હતી. હાલ અભિનેત્રી જામીન પર બહાર છે.આ મામલે સીબીઆઈએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ કેસમાં રિયા ચક્રવર્તીએ અરજી દાખલ કરી હતી જેથી તે નોટિસને રદ કરી શકે. વાસ્તવમાં રિયા ચક્રવર્તી નવા વર્ષની રજાઓ મનાવવા માટે વિદેશ ગઈ હતી. આ અંગે બોમ્બે હાઈકોર્ટે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રિયા ચક્રવર્તીના વિદેશ જવાની લુક આઉટ નોટિસ પર સ્ટે મૂકી દીધો હતો. હવે રિયા નેવિદેશથી વતન પરત ફરતી વખતે ધરપકડનો ડર સતાવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા
આ સમગ્ર મામલે સીબીઆઈના એક વકીલે રિયાની અરજીનો વિરોધ કર્યો છે. સીબીઆઈ લુકઆઉટ નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારે તેવી શક્યતા છે. આ કેસની સુનાવણી 30 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે અને હવે તેની સુનાવણી ફેબ્રુઆરીમાં જ થશે.