News Continuous Bureau | Mumbai
Anant ambani and Radhika merchant: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કથિત રીતે અનંત અને રાધિકા માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં ભવ્ય લગ્ન કરશે. થોડા દિવસો પહેલા મીડિયા માં અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું, જે મુજબ તેમના લગ્ન ના ફંક્શન 1 માર્ચ, 2024થી શરૂ થશે અને 8 માર્ચ, 2024 સુધી ચાલશે. આ માટે અંબાણી પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે રણબીર અને આલિયા આ સેલિબ્રેશન માં પરફોર્મ કરશે. હવે આ સંદર્ભમાં બીજું એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: નિધન ની ખોટી ખબર ફેલાવવાનું પૂનમ પાંડે ને પડશે ભારે, એક વકીલે કરી અભિનેત્રી વિરુદ્ધ આઇપીસી ની આ કલમ હેઠળ કેસ નોંધવા ની માંગણી
અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં રિહાના અને દિલજિત દોસાંઝ કરશે પરફોર્મ
મીડિયા રિપોર્ટ મુજબ પ્રખ્યાત બાર્બાડિયન ગાયિકા રિહાના અને લોકપ્રિય ભારતીય અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરી શકે છે. તમને જણાવી દઈએ કે રિહાના ગ્લોબલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની ટોપ સિંગર્સમાંથી એક છે. તો બીજી તરફ, દિલજીત પણ એક પ્રખ્યાત અને અભિનેતા છે. દિલજિત એ ‘પ્રોપર પટોળા’, ‘લવર’,જેવા ગીતો દ્વારા ઓળખ મેળવી છે.જયારે કે રિહાના ના હિટ ગીતો ની યાદી માં ‘ડાયમન્ડ્સ’, ‘વર્ક’ જેવા ગીતો નો સમાવેશ થાય છે. રિહાના ને દિલજિત પહેલા રણબીર અને આલિયા ના પરફોર્મ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. તમને જણાવી દઈએ કે આ અગાઉ ઈશા અંબાણીના લગ્ન માં વિશ્વ ની ટોચ ની ગાયિકા બેયોન્સ એ પરફોર્મ કર્યું હતું. હવે આ લગ્ન માં રિહાના પરફોર્મ કરે તો કોઈ નવાઈ ની વાત નથી.