News Continuous Bureau | Mumbai
Rio kapadia: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે. અભિનેતાએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રિયોએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું હતું. રિયોએ ‘દિલ ચાહતા હૈ’, ‘ચક દે ઈન્ડિયા’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ઘણી ફિલ્મોમાં સશક્ત ભૂમિકાઓ ભજવી છે. અભિનેતાના નિધનના સમાચાર બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે.રિયોનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. ઈન્ડસ્ટ્રીના લોકો સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું.
રિયો કાપડિયા ના અંતિમ સંસ્કાર
રિયો કાપડિયાના અંતિમ સંસ્કાર આજે શુક્રવાર, 15 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવશે. આ સમયે રિયોના પરિવારમાં શોકનું વાતાવરણ છે. પરિવારે રિયોના અંતિમ સંસ્કારની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાના સમાચાર સામે આવ્યા બાદ મનોરંજન જગતના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. પરિવારની વાત કરીએ તો, રિયો ના પરિવાર માં તેની પત્ની મારિયા ફરાહ અને બે બાળકો અમન અને વીર છે.

Rio Kapadia passed away
રિયો કાપડિયા ની ફિલ્મો
રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’, ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘દિલ ચાહતા હૈ’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તે છેલ્લે પ્રાઇમ વિડિયોની તાજેતરની વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’ માં શોભિતા ધુલીપાલા, અર્જુન માથુર, કલ્કી કેકલન અને જિમ સરભ અભિનીત સિરીઝ માં જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Jawan OTT: અધધ આટલા કરોડમાં વેચાયા જવાન ના ઓટીટી રાઇટ્સ, જાણો ક્યા ડિજિટલ પ્લેટફોર્મ એ મારી બાજી