News Continuous Bureau | Mumbai
જો તમે પણ રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ જોઈ હોય, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો અને જમીન સાથે જોડાયેલી આ વાર્તા દર્શકોને પસંદ પડી હતી. પરંતુ જો કોઈ તમને કહે કે તમે જે જોયું તે ખરેખર ફિલ્મનો બીજો ભાગ હતો? આ વાત અમે નહીં પરંતુ ફિલ્મના મુખ્ય અભિનેતા અને દિગ્દર્શક રિષભ શેટ્ટી કહી રહ્યા છે.સપ્ટેમ્બર 2022માં રીલિઝ થયેલી સાઉથની ફિલ્મ ‘કાંતારા’ના 100 દિવસ પૂરા થવાના અવસર પર રિષભ શેટ્ટીએ આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરી હતી. રિષભ શેટ્ટીએ કહ્યું, “તમે અત્યારે જે જોયું તે વાસ્તવમાં ભાગ 2 હતો, ભાગ 1 આવતા વર્ષે આવશે. મારી ફિલ્મના શૂટિંગ દરમિયાન મને આ વિચાર આવ્યો કારણ કે કંતારા નો ઈતિહાસ ઘણો ઊંડો છે.”
કંતારા ની રિલીઝ થશે પ્રિક્વલ
મતલબ કે રિષભ શેટ્ટી હવે તેની ફિલ્મની પ્રિક્વલ લઈને આવશે. તમને જણાવીએ દઈએ કે, પ્રિક્વલ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ફિલ્મ અથવા તેના કોઈપણ પાત્રો પાછળની વાર્તા વધુ વિગતવાર રીતે કોઈ અલગ ફિલ્મમાં બતાવવાની હોય. રિષભ શેટ્ટીની ફિલ્મ સાથે પણ એવું જ થવાનું છે. તે ફિલ્મનો પહેલો ભાગ બીજા ભાગ તરીકે રિલીઝ કરશે.
કંતારા-2′ પર સંશોધન કાર્ય ચાલુ
રિષભ શેટ્ટીએ કહ્યું કે, “અમે વધુ વિગતો એકત્ર કરવા માટે લગભગ અડધો રસ્તો પાર કરી લીધો છે. સંશોધન હજુ ચાલુ છે, તેથી ફિલ્મ વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે.” કંતારા ફિલ્મનું નિર્દેશન રિષભ શેટ્ટીએ કર્યું છે અને આ ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મની વાર્તા આદિવાસીઓની જનજાતિમાં વણાયેલી છે.