Site icon News Continuous Bureau | Mumbai

શું દર્શકો એ જોઈ એ કંતારા ની પ્રિક્વલ હતી? હવે રિલીઝ થશે ફિલ્મ નો પાર્ટ-1, રિષભ શેટ્ટી એ જણાવી હકીકત

રિષભ શેટ્ટી હવે તેની ફિલ્મ કંતારા ની પ્રિક્વલ લાવશે. પ્રિક્વલ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ફિલ્મ અથવા તેના કોઈપણ પાત્રો પાછળની વાર્તા વધુ વિગતવાર રીતે કોઈ અલગ ફિલ્મમાં બતાવવાની હોય.

rishab shetty announced kantara 2 but there is a twist in the story you will watch prequel

શું દર્શકો એ જોઈ એ કંતારા ની પ્રિક્વલ હતી? હવે રિલીઝ થશે ફિલ્મ નો પાર્ટ-1, રિષભ શેટ્ટી એ જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

જો તમે પણ રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ જોઈ હોય, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો અને જમીન સાથે જોડાયેલી આ વાર્તા દર્શકોને પસંદ પડી હતી. પરંતુ જો કોઈ તમને કહે કે તમે જે જોયું તે ખરેખર ફિલ્મનો બીજો ભાગ હતો? આ વાત અમે નહીં પરંતુ ફિલ્મના મુખ્ય અભિનેતા અને દિગ્દર્શક રિષભ શેટ્ટી કહી રહ્યા છે.સપ્ટેમ્બર 2022માં રીલિઝ થયેલી સાઉથની ફિલ્મ ‘કાંતારા’ના 100 દિવસ પૂરા થવાના અવસર પર રિષભ શેટ્ટીએ આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરી હતી. રિષભ શેટ્ટીએ કહ્યું, “તમે અત્યારે જે જોયું તે વાસ્તવમાં ભાગ 2 હતો, ભાગ 1 આવતા વર્ષે આવશે. મારી ફિલ્મના શૂટિંગ દરમિયાન મને આ વિચાર આવ્યો કારણ કે કંતારા નો ઈતિહાસ ઘણો ઊંડો છે.”

Join Our WhatsApp Channel

 

કંતારા ની રિલીઝ થશે પ્રિક્વલ  

મતલબ કે રિષભ શેટ્ટી હવે તેની ફિલ્મની પ્રિક્વલ લઈને આવશે. તમને જણાવીએ દઈએ કે, પ્રિક્વલ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ફિલ્મ અથવા તેના કોઈપણ પાત્રો પાછળની વાર્તા વધુ વિગતવાર રીતે કોઈ અલગ ફિલ્મમાં બતાવવાની હોય. રિષભ શેટ્ટીની ફિલ્મ સાથે પણ એવું જ થવાનું છે. તે ફિલ્મનો પહેલો ભાગ બીજા ભાગ તરીકે રિલીઝ કરશે.

 

કંતારા-2′ પર સંશોધન કાર્ય ચાલુ 

રિષભ શેટ્ટીએ કહ્યું કે, “અમે વધુ વિગતો એકત્ર કરવા માટે લગભગ અડધો રસ્તો પાર કરી લીધો છે. સંશોધન હજુ ચાલુ છે, તેથી ફિલ્મ વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે.” કંતારા ફિલ્મનું નિર્દેશન રિષભ શેટ્ટીએ કર્યું છે અને આ ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મની વાર્તા આદિવાસીઓની જનજાતિમાં વણાયેલી છે.

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version