News Continuous Bureau | Mumbai
Rishabh shetty: રિષભ શેટ્ટી તેની ફિલ્મ કાંતારા બાદ ચર્ચામા આવ્યો હતો. આ ફિલ્મ બાદ થી તે સુપરસ્ટાર બન્યો હતો હવે રિષભ શેટ્ટી ને તેની ફિલ્મ કાંતારા માં તેના અભિનય માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. રિષભ શેટ્ટી હાલ તેને નેશનલ એવોર્ડ મળતા ચર્ચામાં આવ્યો છે.આ સાથે જ રિષભ શેટ્ટી તેની એક ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે આ દરમિયાન રિષભ શેટ્ટી એ બોલિવૂડ પર કટાક્ષ કર્યો હતો જેને લઈને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Aamir khan: રક્ષાબંધન પર આમિર ખાને તેની બહેન નિખત ખાન સાથે કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ
રિષભ શેટ્ટી એ બોલિવૂડ પર કર્યો કટાક્ષ
રિષભ શેટ્ટી તેની આગામી કન્નડ ફિલ્મ ‘લાફિંગ બુદ્ધા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ દરમિયાન તેને બોલિવૂડ પર કટાક્ષ કરતા તેની કન્નડ ભાષા માં કહ્યું હતું કે, “ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલીવુડ, ભારત ને ખરાબ પ્રકાશમાં બતાવે છે. આ આર્ટ ફિલ્મોને વૈશ્વિક કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે અને રેડ કાર્પેટ આપવામાં આવે છે. મારું રાષ્ટ્ર, મારું રાજ્ય, મારી ભાષા-મારું ગૌરવ. શા માટે તેને વૈશ્વિક સ્તરે હકારાત્મક રીતે ન લો અને હું તે જ કરવાનો પ્રયાસ કરું છું.”
RISHAB SHETTY: Indian films, especially Bollywood shows India in a Bad light, touted as art films, getting invited to global event, red carpets.
My nation, My state, My language-MY PRIDE, why not take it on a +ve note globally & that’s what I try to do.
— Christopher Kanagaraj (@Chrissuccess) August 20, 2024
રિષભ શેટ્ટી નો આ વિડીયો સામે આવ્યા બાદ તે ટ્રોલર્સ ના નિશાન પર આવ્યો છે એક યુઝરે લખ્યું, ‘સફળતા ક્ષણિક છે, પરંતુ મહિલાઓની કમર પર ચપટી અને બોલિવૂડ પર હુમલો કાયમી છે.’
success is temporary, but pinching female waist & shitting on Bollywood is permanent🤡🤡
— NJ (@Nilzrav) August 20, 2024
અન્ય એકે લખ્યું, ‘કેવો ઈર્ષાળુ આત્મા. હાર્ડકોર બોલિવૂડ નફરત. તેણે બોલિવૂડના દર્શકોને તેની ઓવરરેટેડ ફિલ્મને સમર્થન આપવા વિનંતી કરી, જે સમસ્યારૂપ સામગ્રીથી ભરેલી છે.’
Such a jealous soul. Katter bollywood hater.
He begged bollywood audience to support his third class overrated film that was filled with animal k!ling, s£x prevert, meat eating, women abuser etc.Showing his true color.
— अपना Bollywood🎥 (@Apna_Bollywood) August 20, 2024
આ રીતે રિષભ શેટ્ટી બોલિવૂડ પર કટાક્ષ કરીને ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)