Site icon

બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કર્યા બાદ હવે ‘કંતારા’ OTT પર ધૂમ મચાવવા છે તૈયાર, ફિલ્મ ની રિલીઝ ડેટ આવી સામે,જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ

Rishab Shettys Kantara gets OTT release

 News Continuous Bureau | Mumbai

છેલ્લા ઘણા દિવસોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી સાઉથની ફિલ્મ ‘કંતારા’ (Kantara) હવે ટૂંક સમયમાં OTT પર લોકોનું મનોરંજન કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે દોઢ મહિના પછી પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં(theater) સતત સારું પ્રદર્શન કરી રહી છે. દક્ષિણ ભારતની (south Indian) સાથે સાથે હિન્દી બેલ્ટ માં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

Join Our WhatsApp Community

આ ફિલ્મ અગાઉ 4 નવેમ્બરે OTT પર રિલીઝ થવાની હતી પરંતુ દર્શકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રેમ બાદ ફિલ્મની ડિજિટલ રિલીઝ (digital release) મોકૂફ રાખવામાં આવી હતી. જો કે, હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મ 24 નવેમ્બરથી OTT પર દર્શકો માટે ઉપલબ્ધ થશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દર્શકો એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon prime video) પર આ ફિલ્મની મજા માણી શકશે. જો કે ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી તેની OTT રિલીઝ વિશે સત્તાવાર માહિતી આપી નથી.જો કે, સોશિયલ મીડિયા પર ઘણા હેન્ડલ્સ છે જે દાવો કરી રહ્યા છે કે ફિલ્મ આવતા અઠવાડિયે ડિજિટલ પર આવશે. દાવા મુજબ, આ ફિલ્મને હિન્દીની સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સ્ટ્રીમ (stream) કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, તેની રિલીઝ પછી, ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 369 કરોડની કમાણી કરી છે.

આ સમાચાર પણ વાંચો: દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત  

ફિલ્મની કમાણીની ઝડપને જોતા નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં પહોંચી શકે છે. આ ફિલ્મમાં રિષભ શેટ્ટી (Rishabh shetty) મુખ્ય ભૂમિકા માં જોવા મળ્યો હતો. તેનું દિગ્દર્શન પણ તેણે પોતે જ કર્યું છે. સામાન્ય લોકોની સાથે સેલેબ્સે પણ આ ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે. આ ફિલ્મ જોયા બાદ બોલિવૂડના ઘણા કલાકારોએ પણ રિષભ ને આવી ફિલ્મ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ
The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા
Munmun Dutta: મુંબઈ નહિ આ જગ્યા એ મુનમુન દત્તાએ ઉજવ્યો તેનો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચનનું પેરિસ ફેશન વીકમાં શાનદાર રેમ્પ વોક, એક ‘નમસ્તે’થી જીતી લીધા દિલ, જુઓ વિડીયો
Exit mobile version