News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની રીટા રિપોર્ટર એટલે કે અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા હવે સીરીયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી સારા પાત્રની શોધ કરી રહી હતી અને લાગે છે કે તેને આખરે તે મળી ગયું છે. આ શોમાં નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ ટીઆરપી લિસ્ટમાં પણ આ શોનો દબદબો છે. પ્રિયાના પાત્રનો પણ ખુલાસો થયો છે.
પ્રિયા આ પાત્રમાં જોવા મળશે
એક મીડિયા હાઉસે એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, “પ્રિયા આગામી થોડા દિવસોમાં શોમાં પ્રવેશ કરશે. અભિનેત્રી આ શોમાં લાવણી નૃત્યાંગના (લોક નૃત્ય)ની ભૂમિકા ભજવતી જોવા મળશે. તે અભિનેતા હર્ષદ અરોરાની બહેન ની ભૂમિકા ભજવશે..તે સઈ ના પાત્ર સાથે પણ તે જોડાયેલી હશે. આયશા સિંહ આ શોમાં સઈનું પાત્ર ભજવી રહી છે.જણાવી દઈએ કે પ્રિયા આહુજા છેલ્લા ત્રણ વર્ષથી મેટરનિટી બ્રેક પર હતી. અગાઉના એક ઈન્ટરવ્યુમાં, તેણી એ વેબસાઈટ ને કહ્યું હતું કે, “મારો પુત્ર અરદાસ અઢી વર્ષનો છે. હવે તે થોડો મોટો થઈ ગયો છે અને પ્લે સ્કૂલમાં જાય છે, હું કદાચ અભિનયમાં પાછી ફરી શકું. હવે હું સ્ક્રીન પર આવવા ઈચ્છું છું. હું મારી માતૃત્વની ફરજો અને મારું કામ સંભાળી શકું છું અને કેમકે મારા પતિ અમારા બાળકની સંભાળ રાખવામાં પણ મદદ કરે છે.”
પ્રિયાના પતિ તારક મહેતાના ડિરેક્ટર હતા
બહુ ઓછા લોકો જાણે છે કે પ્રિયાના પતિ માલવ રાજદા 14 વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ડાયરેક્ટર હતા અને તેમણે તાજેતરમાં જ શો ને છોડી દીધો છે.. આ શો હંમેશા તેના હૃદયની નજીક રહેશે, તેણે તેના છેલ્લા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “શોએ માલવ અને મને અમારી કારકિર્દીમાં ઘણું બધુ આપ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કર્યા પછી કામના મોરચે મારા માટે વસ્તુઓ વધુ સારી થવા લાગી અને માલવ માટે પણ એવું જ છે. શોએ તેને જે આપ્યું છે તેના માટે તે આભારી પણ છે. અમે શોમાં મળ્યા હતા, તેથી તે અમારા માટે વધુ ખાસ બની ગયું છે.”