News Continuous Bureau | Mumbai
Riteish deshmukh: બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ તેના સ્વર્ગસ્થ પિતા અને મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ ની પ્રતિમા ના અનાવરણ માં હાજરી આપવા માટે લાતુર પહોંચ્યો હતો. આ દરમિયાન તે સ્ટેજ પર ભાષણ આપતી વખતે તેના પિતા ને યાદ કરી ને ભાવુક થઇ ગયો હતો આ દરમિયાન લાતુર ના કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના મોટા ભાઈ અમિત દેશમુખે તેને સાંત્વના આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Jhalak dikhlaja 11: રુહાન ને જન્મ આપ્યા બાદ પહેલીવાર પતિ શોએબ સાથે દીપિકા કક્કરે કર્યું પરફોર્મ, બંને નો ડાન્સ જોઈ મલાઈકા અને ફરાહ થયા ભાવુક
રિતેશ દેશમુખ પિતા ને યાદ કરી ભાવુક થયો
રિતેશ તેના સ્વર્ગસ્થ પિતા ને યાદ કરી ભાવુક થયો ગયો હતો તેને ભરેલા ગળા સાથે કહ્યું, ‘મારા પિતાને ગુજરી ગયાને 12 વર્ષ થયા છે, ક્યારેક પીડા બહાર આવે છે. તે હંમેશા ચમકતા હતા અને આજે પણ ઝળકે છે અને આ ચમક ક્યારેય ઓછી નહીં થાય. તે હંમેશા મજબૂત રહે જેથી અમે, તેના બાળકો, અમારી છાતી ઉંચી રાખીને ઊભા રહી શકીએ. જો કે આજે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો પ્રેમ હંમેશા રહેશે.’ આ ઉપરાંત રિતેશ દેશમુખે તેના કાકા દિલીપ દેશમુખનો આભાર માનતા કહ્યું કે, મેં આ વાત મારા કાકાને ક્યારેય નથી કહી, પરંતુ આજે હું તેમને બધાની સામે કહેવા માંગુ છું કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું. આ મંચ કાકા અને તેના વચ્ચેના આદર્શ સંબંધનું ઉદાહરણ દર્શાવે છે.’ તેમજ રિતેશે તેના ભાઈ અમિતને કહ્યું કે ‘લાતુર અને મહારાષ્ટ્રના લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.’
Bollywood actor Ritesh Deshmukh breaks down in memory of his father, veteran Congress leader Vilasrao Deshmukh 💔
He urged his brothers to build INC in Maharashtra and take party to great heights.https://t.co/fHqWv1hz9x
— Amock (@Politics_2022_) February 18, 2024
તમને જણાવી દઈએ કે વિલાસરાવ દેશમુખ નો જન્મ લાતુર માં થયો હતો. તેઓ મહારાષ્ટ્રના બે વખતના મુખ્ય પ્રધાન હતા. 14 ઓગસ્ટ 2012ના રોજ તેમનું અવસાન થયું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)