Site icon

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના ટીઝર માં જોવા મળ્યું ધર્માં ફેક્ટર, રણવીર અને આલિયા ની કેમેસ્ટ્રી એ જીતી લીધું દિલ, જુઓ ટીઝર

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી જોવા મળશે. તેનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે મોટા પડદા પર આવશે.

rocky aur rani ki prem kahaani teaser released ranveer singh alia bhatt love chemistry won fans heart

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ના ટીઝર માં જોવા મળ્યું ધર્માં ફેક્ટર, રણવીર અને આલિયા ની કેમેસ્ટ્રી એ જીતી લીધું દિલ, જુઓ ટીઝર

News Continuous Bureau | Mumbai

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા રણવીર અને આલિયા ફિલ્મ ‘ગલી બોય’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ લાંબા સમય પછી કરણ જોહરના દિગ્દર્શનમાં વાપસીનો સંકેત આપે છે. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક તરીકે કરણ જોહર તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ અવસર પર શાહરૂખ ખાન, જે કરણ જોહરની ખૂબ નજીક છે, તેને તેના સોશિયલ મીડિયા પર ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’નું ટીઝર લોન્ચ કર્યું હતું. કરણ જોહરે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે.

Join Our WhatsApp Community

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર થયું રિલીઝ 

ટીઝરમાં ઈમોશન, ડ્રામા અને મસાલા જોવા મળશે. ટીઝરમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટને અલગ-અલગ અવતારમાં બતાવવામાં આવી છે. ટીઝર જોઈને તમને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ યાદ આવી જશે. આ કલરફુલ માં આલિયા અને રણવીર વચ્ચેના પ્રેમ અને ટકરાવ ને ખૂબ જ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. ટીઝરમાં એક પણ શબ્દ કે સંવાદ સંભળાતો નથી. મેકર્સે ફિલ્મનું ટીઝર એવી રીતે બનાવ્યું છે કે દરેક સીનમાં સસ્પેન્સ જોવા મળશે.ફિલ્મમાં રણવીર સિંહનું નામ રોકી રંધાવા અને આલિયા ભટ્ટનું નામ રાની ચેટર્જી છે. ટીઝરમાં આલિયા મોટે ભાગે સાડી પહેરેલી જોવા મળે છે અને પહેલીવાર આલિયા બંગાળીનું પાત્ર પણ ભજવી રહી છે. 

શાહરુખ ખાને લોન્ચ કર્યું  ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર

ટીઝર શેર કરતા શાહરૂખ ખાને લખ્યું, ‘વાહ કરણ, ફિલ્મમેકર તરીકે 25 વર્ષ થયા. બેબી તે ઘણી લાંબી મજલ કાપી છે. તમારા પિતા અને મારા મિત્ર અંકલ ટોમ સ્વર્ગમાંથી આ જોતા હોવા જોઈએ અને ખૂબ જ આનંદિત અને ગર્વ અનુભવે છે. હંમેશા તમને વધુ ને વધુ ફિલ્મો કરવાનું કહ્યું કારણ કે અમારે પ્રેમનો જાદુ જીવનમાં લાવવાની જરૂર છે… ફક્ત તમે જ તે કરી શકો. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું ટીઝર સુંદર લાગી રહ્યું છે. ઘણો પ્રેમ. કલાકારો અને ક્રૂને શુભેચ્છાઓ.

Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી
Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ
Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
Exit mobile version