Site icon

રોહિત શેટ્ટી ની આગામી ફિલ્મમાં આ બે બોલિવૂડ સુપરસ્ટાર પેહલી વાર જોવા મળશે એક સાથે; જાણો તે અભિનેતા વિષે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 01 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

જ્યારે પણ બે મોટા સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મોમાં સાથે જોવાની જાહેરાત થાય છે, ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. ઘણી ફિલ્મોમાં બે મોટા સુપરસ્ટાર મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે કોપ ડ્રામા પર આધારિત ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત રોહિત શેટ્ટીએ હવે ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન અને સિંઘમ એટલે કે અજય દેવગણને સાથે મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે.

વાસ્તવમાં રોહિત શેટ્ટી હાલમાં જ સલમાન ખાનના શો બિગ બોસ 15 વીકેન્ડ કા વારમાં તેની આગામી ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશન માટે પહોંચ્યો હતો. દરેક વ્યક્તિ જાણે છે કે સલમાન ખાન જે પણ કમિટમેન્ટ કરે છે, તે ચોક્કસપણે તેને પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં રોહિત શેટ્ટીએ શો  છોડતી વખતે સલમાન ખાન પાસેથી મોટી કમિટમેન્ટ લીધી હતી. આ દરમિયાન રોહિત શેટ્ટીએ સિંઘમ અને દબંગ ફ્રેન્ચાઈઝીને મોટા પડદા પર એકસાથે લાવવાની વાત કરી હતી. આ દરમિયાન સલમાન ખાન બિગ બોસ 15ના સ્ટેજ પર રોહિત શેટ્ટીને ના પાડી શક્યો નહિ અને તેની સાથે કામ કરવા માટે હા પાડી. 

જો કે, આવું કંઇક થાય છે, તો આ પહેલીવાર હશે જ્યારે સલમાન ખાનની દબંગ અને અજય દેવગનની સિંઘમ ફ્રેન્ચાઇઝી મોટા પડદા પર સાથે જોવા મળશે. સલમાન ખાને બિગ બોસ 15’ ના મંચ પર રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કરવા માટે સંમતિ આપી છે. ત્યારથી ચાહકો આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'અંતિમ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટીમાં કોઈ જ ફ્લૅટ નથી, શૂટિંગની પદ્ધતિ જાણીને તમને નવાઈ લાગશે; જાણો શૂટિંગ ક્યાં અને કેવી રીતે થાય છે?

અંતિમ ફિલ્મમાં સલમાન ખાન તેના જીજાજી આયુષ શર્મા સાથે પહેલીવાર મોટા પડદા પર દેખાશે. આ ફિલ્મમાં સલમાન ખાન પોલીસના રોલમાં જોવા મળશે. બીજી તરફ અજય દેવગન પાસે રેઇડ 2’,  ‘ગોલમાલ 5’  જેવી ફિલ્મો છે અને તે ટૂંક સમયમાં મેદાનમાં જોવા મળશે.

Kritika Kamra Gaurav Kapoor Wedding: ક્રિતિકા કામરા બની ગૌરવ કપૂરની દુલ્હન: ન મહેંદી, ન ભારે લહેંગો, માત્ર લાલ સાડીમાં સાદગીભર્યા લગ્નએ જીત્યા ફેન્સના દિલ
Maamla Legal Hai Season 2 Trailer Out:રવિ કિશનની કોર્ટમાં કુશા કપિલાની એન્ટ્રી! ‘મામલા લીગલ હૈ 2’ નું મજેદાર ટ્રેલર રિલીઝ; જાણો ક્યારથી શરૂ થશે અતરંગી કેસની સુનાવણી
Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version