Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી

Rohit Shetty Firing Case: મનોરંજન જગતમાં ફેલાયો ડરનો માહોલ; એસોસિએશને રોહિત શેટ્ટી અને તેમના પરિવાર માટે માંગી કડક સુરક્ષા, અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ.

by Zalak Parikh
Rohit Shetty Firing Case: IMPPA Writes to CM Devendra Fadnavis Demanding Enhanced Security for Film Industry.

News Continuous Bureau | Mumbai

Rohit Shetty Firing Case: મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા રોહિત શેટ્ટીના ઘરની બહાર 31 જાન્યુઆરીની રાત્રે થયેલા ફાયરિંગ મામલે હવે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) મેદાનમાં આવ્યું છે. એસોસિએશને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ ઘટનાની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે.એસોસિએશને પત્રમાં જણાવ્યું છે કે, રોહિત શેટ્ટી સિનેમા જગતની એક પ્રતિષ્ઠિત હસ્તી છે. તેમના ઘરની બહાર થયેલું ફાયરિંગ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, પરંતુ તેનાથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ પેદા થયો છે. IMPPA એ માંગ કરી છે કે આ કેસની તપાસ પારદર્શક રીતે અને ઝડપથી કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો :  ‘Dhurandhar 2: રણવીર સિંહનો પાવર! રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’ એ ‘ધુરંધર 1’ ને પછાડી, OTT રાઈટ્સના આંકડા જાણી આંખો ફાટી જશે

મુખ્યમંત્રી પાસે શું માંગણી કરવામાં આવી?

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા IMPPA દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં કેટલીક મહત્વની માંગણીઓ કરવામાં આવી છે. એસોસિએશને વિનંતી કરી છે કે રોહિત શેટ્ટી અને તેમના પરિવારને તાત્કાલિક અસરથી કડક પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત, પત્રમાં સમગ્ર મનોરંજન જગત સાથે સંકળાયેલા કલાકારો અને નિર્માતાઓમાં સુરક્ષાની ભાવના જાગે તે માટે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એસોસિએશને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ મામલામાં પોતે અંગત રસ લઈને સમગ્ર તપાસની દેખરેખ રાખવા માટે ખાસ ગુજારીશ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર લગામ લગાવી શકાય.


મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. તાજેતરમાં પકડાયેલા એક આરોપી પર હુમલાખોરોને હથિયાર સપ્લાય કરવાનો આરોપ છે. જોકે, મુખ્ય શૂટર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ આ હુમલા પાછળ ‘લોરેન્સ બિશ્નોઈ ગેંગ’  નો હાથ હોવાની દિશામાં પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More