News Continuous Bureau | Mumbai
Ronit roy: રોનિત રોય એ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી નું જાણીતું નામ છે. અભિનેતા એ પોતાના દમદાર અભિનય થી લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. હાલમાં રોનિત રોય તેના અંગત જીવન ને કારણે ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે રોનિત રોયે 58 વર્ષ ની વયે બીજીવાર લગ્ન કરવાને લઈને ચર્ચામાં આવ્યો છે.
રોનિત રોયે કર્યા બીજીવાર લગ્ન
રોનિત રોય તેના બીજીવાર લગ્ન ને કારણે ચર્ચામાં આવ્યો છે. રોનિત રોયે જે છોકરી સાથે બીજી વાર લગ્ન કર્યા છે તે બીજું કોઈ નહિ પરંતુ રોનિત રોય ની પત્ની નીલમ બોઝ રોય છે. રોનિતે તેની 20 મી વેડિંગ એનિવર્સરી ના ખાસ અવસર પર તેની પત્ની સાથે ફરી લગ્ન કર્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો વીડિયો શેર કરીને ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે. રોનિત અને નીલમ ના લગ્ન માં તેમના બાળકો પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
રોનિત રોયે પહેલા જોહાના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા જોકે રોનિત રોયના પ્રથમ લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા ત્યરબાદ વર્ષ 2003માં રોનિત રોયે અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે રોનિત રોય એ અભિનય ની શરૂઆત બોલિવૂડ થી કરી હતી પરંતુ રોનિત રોય ને સિરિયલ કસૌટી ઝીંદગી કી માં મિસ્ટર બજાજ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ઓળખ મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું રાષ્ટ્રપતિ ભવન માં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ, સાથે જ કિંગ ખાન ના ચાહકો કરી રહ્યા છે આ માંગણી