News Continuous Bureau | Mumbai
માત્ર બોલિવૂડ જ નહીં, સાઉથ સિનેમામાં પણ નેપોટિઝમ છે. તાજેતરમાં બાહુબલી ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના બ્લોકબસ્ટર ગીત ‘નાટુ -નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભારે સફળતા મળી છે. આ ફિલ્મના ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. આ હાંસલ કરવા માટે, દિગ્દર્શક એસએસ રાજામૌલી ( ss rajamouli ) લીડ સ્ટાર્સ, રામ ચરણ અને જુનિયર એનટીઆર, સંગીતકાર એમએમ કીરવાણી સાથે લોસ એન્જલસ, યુએસ એ ગયા હતા. જ્યાં ફિલ્મના ગીત ને આટલો મોટો એવોર્ડ મળ્યો હતો. જો કે હવે આને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
દિગ્દર્શક રાજામૌલી એ ગીતના ગીતકાર ની કરી અવગણના
RRRના ગીત ‘નાટુ -નાટુ’ ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરવાણી તેને કલેક્ટ કરવા સ્ટેજ પર પહોંચ્યા હતા. જ્યારે, ફિલ્મ ના ( rrr naatu naatu lyricist ) ગીત ના લેખક ( chandrabose ) ચંદ્ર બોઝને સમગ્ર ટીમ દ્વારા અવગણવામાં આવ્યા હતા. આ ગીતના લેખક ચંદ્રબોઝ ને ન તો અમેરિકાની આ યાત્રામાં સાથે લેવામાં આવ્યા હતા અને ન તો ગોલ્ડન ગ્લોબ 2023 માટેના ઉલ્લેખો ની યાદીમાં તેનું નામ આપવામાં આવ્યું હતું. આ યાદીમાં ફિલ્મના સંગીતકાર એમએમ કીરવાની બાદ તેમના પુત્ર કાલ ભૈરવ અને રાહુલ સ્પિલગંજનું નામ ગીતકાર તરીકે છે. જે બાદ આ વાત ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી ફેલાઈ ગઈ અને હવે ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી પર નેપોટિઝ્મ નો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જે લોકો નથી જાણતા, અમે તમને જણાવી દઈએ કે ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરવાણી ડિરેક્ટર રાજામૌલીના સાઢુ ભાઈ છે. આવી સ્થિતિમાં આ મામલો ગરમાવા લાગ્યો છે.
આ સમાચાર પણ વાંચો: અનુપમ ખેરે ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ-નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળવા બદલ અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, શું પોસ્ટ જોઈને લોકો થશે ગુસ્સે?
કાલ ભૈરવ ગીતકાર નથી
આશ્ચર્યની વાત એ છે કે ‘નાટુ -નાટુ’ ગીતમાં એમ એમ કીરવાની ના પુત્ર કાલભૈરવે માત્ર પોતાનો અવાજ આપ્યો છે. તે ગીત ના અનેક ગાયકો માંથી એક છે. પણ ફિલ્મના ગીતકાર નથી. આ ગીત ચંદ્રબોઝે લખ્યું હતું. જેમણે રાષ્ટ્રીય મીડિયામાં આ ગીત લખવામાં પોતાની દિવસ-રાતની મહેનત નો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ની લિરિક્સ કેટેગરી માટે પણ તેનું નામ આપવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં આ બાબત તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચાને જન્મ આપવા લાગી છે.