ઓસ્કારમાં ભારત ની ધૂમ, ‘RRR’ ના ‘નાટુ- નાટુ’ ને મળ્યો શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ

95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારત નો ડંકો વાગ્યો. આ સમારોહમાં RRR ગીત‘નાટુ- નાટુ ના લાઈવ પરફોર્મન્સ પર હોલીવુડ સ્ટાર્સે ડાન્સ કર્યો હતો. તો આ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.. ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ' એ એવોર્ડ જીત્યો હતો.

by Zalak Parikh
rrr song naatu naatu wins best original song

News Continuous Bureau | Mumbai

95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. ભારતીય ફિલ્મ RRR એ ઓસ્કાર 2023માં ઈતિહાસ રચ્યો છે. આ વર્ષે ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ‘RRR’ આ શ્રેણીમાં નામાંકન મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી. RRR એ આ એવોર્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું.

 

બેસ્ટ ઓરીજીનલ સોન્ગ નો મળ્યો એવોર્ડ 

‘RRR’ ના ગીત ‘નાટુ- નાટુ’ એ શ્રેષ્ઠ મૂળ ગીતનો ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. મ્યુઝિક કંપોઝર એમએમ કીરવાણીએ પોતાના રમુજી વક્તવ્યથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર આનંદથી ઝૂમી ઉઠ્યું હતું.

ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ એ એવોર્ડ જીત્યો 

ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સે’ પણ ઓસ્કાર 2023માં એવોર્ડ જીત્યો હતો. નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મને ઘણો પ્રેમ આપવામાં આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ આ એવોર્ડ સમારોહમાં પ્રસ્તુતકર્તા તરીકે પહોંચી છે. તેના લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More