ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
'બિગ બોસ 14' ની વિજેતા, રુબીના દિલેક તેના કુશળ અભિનય, સુંદર દેખાવ અને આકર્ષક ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને સુંદર વીડિયો શેર કરે છે.

રૂબીના પોતાની એક્ટિંગ સાથે પોતાના સ્ટાઈલિશ અને ફેશનેબલ લુક માટે જાણીતી છે. રૂબીના ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. રૂબીનાના ફેન્સ તેની ફેશન સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે.

તાજેતરમાં અભિનેત્રી રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સ્ટનિંગ બિકિની લુક શેર કર્યો છે. રૂબીના બ્લેક બિકિનીમાં કમાલની સુંદર લાગી રહી છે. રૂબીના પુલ પર બ્લેક બિકિની પહેરીને પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં રૂબીનાએ બ્લેક બિકિની પર જાળીદાર લૉન્ગ ટૉપ કેરી કર્યુ છે. રૂબીનાએ બ્લેક બિકિની સાથે પિંક કલરના એયરીંગ્ઝ પણ પહેર્યા છે. સિમ્પલ બન હેરસ્ટાઈલમાં અભિનેત્રી લાખો ફેન્સને પોતાના દીવાના બનાવી રહી છે.

સીરીયલ છોટી બહુ અને શક્તિથી પોતાની ઓળખ બનાવનાર રૂબીનાએ ટીવી ઉદ્યોગમાં 10 વર્ષ પૂરા કર્યા છે. હાલ તે કલર્સના ટીવી ‘શક્તિ’ શોમાં નજર આવી રહી છે. ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે.