ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
કલર્સ ટીવીનાં શો શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કીમાં કિન્નર બહૂનો રોલ અદા કરી ઘર ઘરમાં ઓળખાનારી જાણીતું નામ બની ગઇ છે. રુબીના સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે તે તેનાં ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી નજર આવે છે.
ટીવીની સંસ્કરી વહુ રુબીના દિલેક રિઅલ લાઇફમાં ખુબ જ બોલ્ડ છે. અભિનેત્રી એ તાજેતરમાં પૂલમાં એન્જોય કરતી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
રુબીનાદિલેક ટ્રાવેલની પણ ઘણી જ શોખીન છે. અને તે ઘણું ફરતી પણ હોય છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે.
રુબીનાએ 2008 માં અભિનયની શરૂઆત કરી હતી. ઝી ટીવીની સીરિયલ છોટી બહુ સિંદૂર બિન સુહાગનમાં રુબીનાએ રાધિકા અને ઇમર્તીની ભૂમિકા ભજવી હતી. આ પછી રુબીનાએ ઘણા નાના પાત્રોની ભૂમિકા ભજવી છે પરંતુ 2016 માં, તેણે કલર્સની સીરિયલ શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં સૌમ્યા ની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે.