Rubina dilaik: રૂબીના દિલાઈક એ બતાવી દીકરીઓ ની ઝલક, પોસ્ટ દ્વારા જાહેર કર્યા તેમની બાળકી ના નામ, જાણો દીકરીઓના ના નામ નો અર્થ

Rubina dilaik: રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા તાજેતરમાં જ બે પુત્રીના માતા-પિતા બન્યા છે. પુત્રીઓના જન્મના એક મહિના પછી, બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમની ઝલક બતાવી અને તેમના નામ પણ જાહેર કર્યા

by Zalak Parikh
rubina dilaik shares photo along with twins reveals name of both daughters

News Continuous Bureau | Mumbai

Rubina dilaik:  રૂબીના દિલાઈક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે તેની સાથે જોડાયેલી માહિતી તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. રૂબીના તાજેતરમાં જ બે જોડિયા બાળકી ની માતા બની છે. તેમની પુત્રીઓના જન્મના એક મહિના પછી, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેમની એક ઝલક આપીને તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારથી આ પોસ્ટ સામે આવી છે ત્યારથી રૂબીના ની દીકરી ના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

રૂબીના દિલાઇકે શેર કરી પોસ્ટ 

રૂબીના દિલાઇકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રીઓની ઝલક શેર કરતા તેને કેપશન આપ્યું, ‘અમારી દીકરીઓ, ઝિવા અને એધા આજે એક મહિનાની થઈ ગઈ છે તે જણાવતા ઉત્સાહિત અને ખૂબ જ ખુશી થઈ રહી છે. ગુરુપર્વના શુભ દિવસે બ્રહ્માંડએ અમને આશીર્વાદ આપ્યા! અમારી પરીઓ માટે તમારી શુભેચ્છાઓ મોકલો.’

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)


રૂબીના ની એક પુત્રીનું નામ ઝીવા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે એક છેડાને બીજા છેડે જોડતી સીધી રેખા. તથા તેણે પોતાની બીજી દીકરીનું નામ એધા રાખ્યું છે. ‘એધા’ એટલે પવિત્ર, સંપત્તિ, શક્તિ અને સુખ. 

આ સમાચાર પણ વાંચો : Salman khan birthday: સલમાન ખાને આ ખાસ વ્યક્તિ સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, બર્થડે સેલિબ્રેશન નો વિડીયો થયો વાયરલ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More