ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
'બિગ બોસ 14' ની વિજેતા, રુબીના દિલેક તેના કુશળ અભિનય, સુંદર દેખાવ અને આકર્ષક ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને સુંદર વીડિયો શેર કરે છે. બિગ બોસ 14 પછી રુબીના દિલીકે તેના ફેન્સ ફોલોવિંગમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં તેના ચાહકો અભિનેત્રીની દરેક પોસ્ટ પર પ્રતિક્રિયા આપે છે.

રૂબીનાએ ફરી એકવાર બોલ્ડનેસથી સોશિયલ મીડીયા પર આગ લગાવી દીધી છે. તાજેતરમાં રૂબીના દિલૈકે બ્લુ બિકીનીમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ તસવીર સાથે અભિનેત્રીને તેના જૂના દિવસો યાદ આવી ગયા છે. રૂબીના દિલૈકે તેનો આ ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘હું વેકેશનની રાહ જોઈ રહી છું. એક બીચ બિકિની અને કેટલાક ફોટા’

સીરીયલ છોટી બહુ અને શક્તિથી પોતાની ઓળખ બનાવનાર રૂબીનાએ ટીવી ઉદ્યોગમાં 10 વર્ષ પૂરા કર્યા છે. હાલ તે કલર્સના ટીવી ‘શક્તિ’ શોમાં નજર આવી રહી છે. ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે. 