Rubina Dilaik Surprises Fans: રુબીના દિલૈકે શેર કર્યા ગુડ ન્યૂઝ! જોડિયા પુત્રીઓ બાદ અભિનેત્રીએ ત્રીજી પ્રેગ્નન્સીની કરી જાહેરાત? જાણો વીડિયો પાછળનું સત્ય

Rubina Dilaik Surprises Fans: રુબીનાના એક વાક્યના વીડિયોએ ફેન્સને કર્યા કન્ફ્યુઝ; શું આ ખરેખર ગુડ ન્યૂઝ છે કે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત?

by Zalak Parikh
Rubina Dilaik Surprises Fans: Actress Shares Video Saying I Am Pregnant

News Continuous Bureau | Mumbai

Rubina Dilaik Surprises Fans: ટીવીની લોકપ્રિય ‘બહુ’ રુબીના દિલૈકે  તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો શેર કર્યો છે જેનાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. રુબીનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માત્ર એટલું જ કહ્યું છે કે, “આઈ એમ પ્રેગ્નન્ટ” આટલું કહ્યા પછી તેણે કંઈ જ સ્પષ્ટતા કરી નથી, જેને કારણે તેના ફેન્સ મૂંઝવણમાં મુકાયા છે. લોકો અટકળો લગાવી રહ્યા છે કે શું અભિનેત્રી ત્રીજી વાર માતા બનવા જઈ રહી છે કે પછી આ તેના કોઈ આગામી શોનો ભાગ છે.રુબીના અને તેના પતિ અભિનવ શુક્લા અગાઉ નવેમ્બર 2023 માં જોડિયા પુત્રીઓના માતા-પિતા બન્યા હતા. હાલમાં જ તેમની પુત્રીઓ એધા અને જીવા બે વર્ષની થઈ છે. રુબીનાએ જે રીતે આ જાહેરાત કરી છે તે જોતા સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો માને છે કે આ તેના કોઈ નવા વેબ પ્રોજેક્ટ અથવા ‘પતિ, પત્ની ઓર પંગા’ જેવી સીરીઝનું પ્રમોશન  હોઈ શકે છે

આ સમાચાર પણ વાંચો : KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

અગાઉની પ્રેગ્નન્સી વખતે કરી હતી સત્તાવાર જાહેરાત

વર્ષ 2023 માં જ્યારે રુબીના પહેલીવાર પ્રેગ્નન્ટ  હતી, ત્યારે તેણે અને અભિનવે ખૂબ જ સુંદર રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “જ્યારે અમે ડેટ કરતા હતા ત્યારે એકબીજાને વચન આપ્યું હતું કે અમે સાથે દુનિયા એક્સપ્લોર કરીશું, અને હવે એક પરિવાર તરીકે અમે તે કરવા જઈ રહ્યા છીએ.” રુબીના અને અભિનવે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા અને ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય કપલ્સમાં  તેમની ગણના થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dilaik queen (@dilaik_queen__priya)


થોડા સમય પહેલા જ રુબીનાએ એક ગંભીર મુદ્દા પર વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેની એક દીકરી ગોરી છે અને બીજી થોડી શ્યામ  છે, જેના કારણે સંબંધીઓ અને લોકો બંને વચ્ચે સરખામણી  કરે છે. રુબીનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મારી બંને દીકરીઓ ખૂબ જ સુંદર છે અને મારે ત્યાં રંગના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ.” તેણે ફેમિલી મેમ્બર્સને પણ આવી સલાહ આપતા અટકાવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More