News Continuous Bureau | Mumbai
Rupali Ganguly Anupama: સિરિયલ અનુપમા માં રૂપાલી ગાંગુલી અનુપમા નું પાત્ર ભજવી રહી છે. આ શો માં પોતાની દમદાર એક્ટિંગ થી રૂપાલી એ લોકો ના દિલ જીતી લીધા છે. તે દરેક ની ફેવરિટ અભિનેત્રી બની ગઈ છે. તાજેતરમાં, શોના નિર્માતા રાજન શાહી અને તેની માતા દીપા શાહીએ રૂપાલી ગાંગુલી નું સન્માન કર્યું હતું, ત્યારબાદ અભિનેત્રી શોના સેટ પર ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.શોના કલાકારોએ આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેક પણ કાપી હતી. કેક કટિંગ સેરેમની બાદ રાજન શાહીએ રૂપાલીના વખાણ કર્યા હતા. વખાણ સાંભળીને રૂપાલી પોતાના આંસુ રોકી ન શકી.
રાજન શાહી એ કર્યા રૂપાલી ના વખાણ
રાજન શાહી એ અનુપમા ના સેટ પર રૂપાલી માટે કેક મંગાવી હતી જેના પર લખેલું હતું ‘રુપાલી ઉર્ફે અનુપમા, અમને તમારા પર ગર્વ છે. તમે મહિલા સશક્તિકરણનો ચહેરો છો.,ત્યારબાદ રાજન શાહી એ કહ્યું,’આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે મારી માતા અહીં છે. શોના નિર્માતા તરીકે, તે હંમેશા રૂપાલી ગાંગુલી ના અભિનયથી પ્રેરિત છે. રૂપાલી-અનુપમા મહિલા સશક્તિકરણ નો ચહેરો બની ગયા છે. તેથી જ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું રૂપાલી નો આટલી મહેનત કરવા બદલ આભાર માનું છું.’ આ સાથે રૂપાલી ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન રૂપાલી ગાંગુલી ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, અનુપમા માં હાલ પાંચ વર્ષ નો લિપ બતાવવામાં આવ્યો છે. જેમાં અનુપમા ની અમેરિકા ની જર્ની બતાવવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માં થશે વધુ એક બાળ કલાકાર ની એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ ભૂમિકા