Site icon

ટાઈગર શ્રોફના ગીત પર ‘અનુપમા’ અને ‘અનુજે’ કર્યો જબરદસ્ત ડાન્સ, વિડીયો જોઈ ચાહકો એ કરી આ કમેન્ટ; જુઓ વિડીયો, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

અનુપમા સિરિયલમાં પોતાના પાત્રથી લોકોનું દિલ જીતનારી રૂપાલી ગાંગુલી સતત ચર્ચામાં રહે છે. દર અઠવાડિયે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સોમવારે સોશિયલ મીડિયા પર સ્પેશિયલ 'માન ડે’' પોસ્ટ કરીને તેમના ચાહકો સાથે ઉજવણી કરે છે.આ અઠવાડિયે પણ બંને કલાકારો દિલ જીતી રહ્યા છે કારણ કે તેઓએ 'માન ડે’ પોસ્ટમાં હોળી ઉજવવાનું નક્કી કર્યું છે. બંનેનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

રૂપાલી ગાંગુલીએ તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણી તેના ઓન-સ્ક્રીન પ્રેમી ગૌરવ ખન્ના સાથે 'જય જય શિવ શંકર' પર ડાન્સ કરતા  જોઈ શકાય છે. જ્યારે રૂપાલીએ લાલ સાડી પહેરી હતી અને ગોલ્ડન જ્વેલરી સાથે તેના લુકને કમ્પ્લીટ  કર્યો હતો, ત્યારે ગૌરવ લાલ કુર્તામાં જોવા મળ્યો  હતો.વીડિયોમાં બંને કલાકારો વચ્ચેની બોન્ડ અને કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.આ વીડિયો શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ કેપ્શનમાં લખ્યું છે કે, હું ‘માન ડે’ પર હોળી-કા ડાન્સ કરી રહી છું. તમે બધા હોળી વાળો  ડાન્સ કરો અને અમને ટેગ કરો. ફેન્સ તેના વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું, હવે હોળી પણ આવી ગઈ છે, પણ લગ્ન ક્યારે કરશો. અન્ય એક યુઝરે લખ્યું, ગ્રેટ સ્ટાઇલ. અન્ય યુઝરે લખ્યું, તમે બંનેએ આજનો દિવસ બનાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ની કમાણીએ રવિવારે તોડી નાખ્યા તમામ રેકોર્ડ, માત્ર આ દિવસે કર્યા આટલા કરોડ એકઠા

હાલ અનુપમા સિરિયલ ના ટ્રેક માં અનુપમા અને અનુજ કાપડિયાના લગ્નના આયોજન માટે કિંજલની પ્રેગ્નન્સી સમસ્યા બની ગઈ છે. તાજેતરના એપિસોડમાં, અનુપમાએ કિંજલની તબિયતને કારણે શાહ હાઉસમાં પાછા રહેવાનું નક્કી કર્યું છે. જેના કારણે તેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. જો કે ચાહકો આતુરતાથી તેમના એકસાથે થવાની રાહ જોઈ રહ્યા છે.

Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક
Esha Deol Border 2 Screening: બોર્ડર 2’ ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો દેઓલ પરિવારનો અતૂટ પ્રેમ, સની-બોબી અને ઈશા-અહાનાએ સાથે પોઝ આપી અફવાઓ ફગાવી
Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Exit mobile version