Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત

Rupali Ganguly: અનુપમા ની લીડ અભિનેત્રી પર ક્યારેક ટોક્સિક તો ક્યારેક ઇન્સિક્યોર ના આરોપ લાગતા રહે છે હવે આના પર શો ના પ્રોડ્યુસર રાજન શાહી એ ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
Rupali Ganguly Called ‘Toxic’ Anupamaa Producer Rajan Shahi Defends Her, Says She’s a Soft Target

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવી શો ‘અનુપમા’ ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પર છેલ્લા કેટલાક સમયથી ‘ટોક્સિક’ અને ‘ઇન્સિક્યોર’ હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ઘણા સહ-અભિનેતાઓએ શો છોડ્યા પછી એમના પર આ પ્રકારના આરોપ લગાવ્યા. હવે શોના પ્રોડ્યુસર રાજન શાહી એ આ વાત નો ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય

21 વર્ષ જૂની મિત્રતા અને કમબેક

રાજન શાહીએ મીડિયા સાથે વાતચીત માં યાદ કર્યું કે 1999માં તેઓ પહેલીવાર રૂપાલી ને મળ્યા હતા. તે સમયે રૂપાલી પાસે પૈસા નહોતા અને ‘દિલ હૈ કી માનતા નહીં’ માટે ઓડિશન આપવા માટે વર્લીથી જુહુ સુધી પગપાળા જતી હતી. 21 વર્ષ પછી ‘અનુપમા’ માટે બંને ફરી મળ્યા અને શો શરૂ કર્યો. શો શરૂ કરતા પહેલા રૂપાલી પોતાના જીવનમાં ઘણાં ઘરેલુ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.


આ વાતચીત માં રાજન શાહીએ ખુલાસો કર્યો કે ‘અનુપમા’ શરૂ કરતા પહેલા રૂપાલી પોતાની પર્સનલ લાઈફમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી. તેનું વજન વધી ગયું હતું અને તે સંપૂર્ણપણે માતા તરીકેની જવાબદારીમાં વ્યસ્ત હતી. રાજન શાહીએ કહ્યું કે જો એના પતિ અશ્વિનઅને પુત્ર રુદ્રાંશ નો સપોર્ટ ન મળ્યો હોત તો આ શક્ય ન હોત. તે સવારે 4 વાગે ઉઠીને ઘર સંભાળતી, શૂટિંગ કરતી અને બધું મેનેજ કરતી.રાજન શાહીએ કહ્યું કે એક એક્ટર પત્રકારોને ઘેર બોલાવીને શો વિશે ખરાબ બોલતો હતો. તેને સેટ પરથી બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ તેણે શો સામે નેગેટિવ કેમ્પેઈન ચલાવ્યો. રાજન શાહીએ સ્વીકાર્યું કે રૂપાલી પણ પરફેક્ટ  નથી, પણ લોકો એમની ટીકા કરીને પોતાને મહત્વપૂર્ણ માનવા લાગે છે. “જ્યારે તમે સાથે કામ કરો ત્યારે નાની-મોટી નોકઝોક થાય જ છે,” એમ રાજન શાહીએ ઉમેર્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More