News Continuous Bureau | Mumbai
ટીવી સીરિયલ ‘અનુપમા’ દર્શકોની પહેલી પસંદ બની રહી છે. હા, નવા ટ્વિસ્ટને કારણે ‘અનુપમા‘ની ટીઆરપી ઘટી છે. પરંતુ, અત્યારે પણ આ શો ટોપ 5ની યાદીમાં યથાવત છે. દર્શકો શોની વાર્તા તેમજ તેની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીને પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ‘અનુપમા‘ પહેલા રૂપાલી ગાંગુલી ટીવી શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જોવા મળી હતી. આ શોના કલાકાર સતીશ શાહે તાજેતરમાં રૂપાલી ગાંગુલી વિશે મોટો ખુલાસો કર્યો છે. સતીશ શાહે જણાવ્યું કે રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ સાઈન કરતા પહેલા મેકર્સ સામે એક શરત મૂકી હતી.
આ સમાચાર પણ વાંચો : મીના કુમારીને સેટ પર 31 વાર થપ્પડ મારવામાં આવી હતી, જાણો કેમ ટ્રેજેડી ક્વીન હંમેશા પોતાનો ડાબો હાથ છુપાવતી હતી
આ હતી રૂપાલી ગાંગુલીનીશરત
સતીશ શાહે એક મીડિયા હાઉસ ને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “દરેક જણ ‘સારાભાઈ Vs સારાભાઈ‘ની નવી સીઝનની માંગ કરી રહ્યા હતા. અમે પણ તેની ત્રીજી સીઝન આવે તેવું ઈચ્છતા હતા. પરંતુ, દરેકની તારીખો મેળવવી મુશ્કેલ હતી.” સતીશ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, “રુપાલી આજે જોરદાર સ્ટાર બની ગઈ છે. પરંતુ, તમે જાણો છો કે રૂપલીએ ‘અનુપમા‘ સાઈન કરતા પહેલા એક શરત મૂકી હતી કે જો સારાભાઈ ફરી શરૂ કરશે, તો તે તેને પસંદ કરશે. ‘અનુપમા‘ના નિર્માતા રાજા શાહી ખૂબ જ સારા વ્યક્તિ છે., તેણે કહ્યું, ‘હું સારાભાઈ પ્રત્યેની તમારી વફાદારી સમજું છું.
રૂપાલી સારાભાઈ માં મોનિષાના કિરદારમાં જોવા મળી હતી
રૂપાલી ગાંગુલીએ ‘સારાભાઈ Vs સારાભાઈ’માં મોનિષા સારાભાઈની ભૂમિકા ભજવી હતી. મોનિષા નામની મધ્યમ વર્ગની છોકરીના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થાય છે. આ શોમાં રૂપાલી ગાંગુલી સાથે સુમિત રાઘવન, રત્ના પાઠક શાહ અને રાજેશ કુમાર પણ હતા. જ્યારે તેની પ્રથમ સિઝન આવી ત્યારે તેને ઘણો પ્રેમ મળ્યો. પરંતુ, જ્યારે શોની બીજી સીઝન 2017માં ‘હોટસ્ટાર’ પર સ્ટ્રીમ થઈ ત્યારે તેને પહેલી સીઝન જેટલો પ્રેમ મળ્યો ન હતો.